Powered by Blogger.
Showing posts with label આંધળી માં નો કાગળ. Show all posts
Showing posts with label આંધળી માં નો કાગળ. Show all posts

"આંધળી માં નો કાગળ"

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઇ નાગજી નામે.

લખ્યે કે માડી! પાંચ વરસમાં નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, તેને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દ્હાડા?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લુગડાં પ્હેરે, પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઈ જ છે મુડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉ છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં. 

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગુનું ઢાંકણ, ખૂટી છે કોઠીઓ જાર;
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.

-છબી.
........

ઉપર નું લખાણ એક ફેસબુક ગ્રુપ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - माता-पिता


મીઠા ટહુકા વાંચો