Powered by Blogger.

એક દુધનો ગ્લાસ


એક ગરીબ છોકરો હતો તેનું નામ હરીશ હતું જે પોતાના ભણવાના ખર્ચ માટે ઘરે ઘરે જઈને ચીજો વેચતો હતો. એક દિવસ એની પાસે કઈ પૈસા ન બચ્યા અને એ ભૂખ્યો પણ હતો. એણે નક્કી કર્યું કે એ સામે ના ઘરે જઈ કૈંક ખાવાનું માંગશે, હરીશ સામેના ઘરે જઈ દરવાજો ખખડાવ્યો એટલે એક સુંદર અને રૂપાળી સ્ત્રીએ દરવાજો ઉઘાડ્યો. એ સુંદર સ્ત્રીને જોતાજ હરીશ હિચખીચાવા લાગ્યો અને ખાવાના બદલે પીવામાંટે પાણી ની માંગણી કરી.

પેલી સુંદર સ્ત્રી ને તરત દેખાયું કે આ છોકરો ભૂખ્યો લાગે છે એટલે એણે એક મોટો ગ્લાસ ભરી દૂધ લાવી હરીશને પીવા કહ્યું. હરીશતો ભૂખ્યોજ હતો એટલે એણે ધીમે ધીમે કરી આખો ગ્લાસ ખાલી કરી દીધો અને પછી સ્ત્રીને પૂછ્યું "આ દુધના ગ્લાસ માટે હું તમને શું આપું?", સ્ત્રી સ્મિત સાથે બોલી "તારે આના માટે કઈ આપવાની જરૂર નથી અને એમ પણ કોઈનાપર જો આપણે દયા કરીએ તો એના બદલામાં કંઈ લેવું ન જોઈએ." હરીશે પણ તહેદિલ થી આભાર માન્યો અને ત્યાંથી જતો રહ્યો. હરીશ પોતાને ફક્ત શારીરિક સ્વસ્થ નહિ પણ ઈશ્વર ની દયાદ્રીષ્ટિ છે એમ પણ સમજી ગયો. એ લોકોની મદદ પણ કરવા લાગ્યો.

અમુક વર્ષો પછી પેલી સુંદર સ્ત્રી બીમાર રહેવા લાગી, ગામ નો ડોક્ટર ચકિત થઇ ગયો કે આને કોઈ દવાની અસર કેમ નથી થતી. એટલે ડોકટરે તેને મોટા શહેરના સ્પેશ્યાલીસ્ટ પાસે બીમારી નો ઈલાજ કરાવવા મોકલી. તે સ્પેશ્યાલીસ્ટ એટલે ડોક્ટર હરીશ. જયારે હરીશેને ગામનું નામ ખબર પડી એટલે એની આંખમાં અજાણ્યું હેત આવી ગયું અને તરત જ પોતાનો ડોક્ટર વાળો ગાઉન પહેરી પેલી સ્ત્રીને જોવા નીચે વેઈટીંગ એરિયા માં ગયો ને ખાતરી કરી કે એ એજ સ્ત્રી હતી કે નહિ.

એ પહેલી નજરમાજ એ સ્ત્રીને ઓળખી ગયો, એ પાછો પોતાની કેબીન માં ચાલ્યો ગયો અને પોતાથી બની શકે તે પ્રયત્નો કરી એ સ્ત્રીનો ઈલાજ કરવાનું નક્કી કર્યું. એ દિવસથી તેણે લાંબા ગાળા સુથી પોતાનું પૂર્ણ ધ્યાન તે સ્ત્રીના ઇલાજમાં પોરવી એને સ્વસ્થ અને રોગમુક્ત કરી. ડોક્ટર હરીશે એ સ્ત્રીનું હોસ્પિટલ નું બીલ પોતાની મંજુરી માટે પોતાની પાસે મગાવ્યું. હરીશે બીલ જોઈ એના પર કંઈક લખી એ બીલ પેલી સ્ત્રીના રૂમ માં મોકલાવી દીધું.

એ સ્ત્રી ને થયું કે ઘણો ખર્ચો થયો હશે એટલે એણે વિચાર્યું હવે બાકીની જિંદગી આ બીલ ચુકવવામાં જશે. છેવટે એણે બીલ જોયું તો એમાં લખ્યું હતું કે "એક દુધના ગ્લાસથી બીલ પૂર્ણ ચૂકતે - હસ્તાક્ષર ડોક્ટર હરીશ"
સ્ત્રીની આંખો ભરાઈ આવી ને હૃદય થી સ્મિત છલકાયું.

-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.
ઉપર નું લખાણ એક ફેસબુક ગ્રુપ ની પોસ્ટ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - I Can't Believe It


એક વીડિઓ મળેલો છે એટલે પોસ્ટ ફરીથી અપડેટ કરું છું...

દીકરી હરહંમેશ વહાલનો દરિયો હોય !!!

એક અદ્ભુત પણ સરસ ઉદાહરણ રજુ કરું છું કે જે થી દીકરી ના વ્હાલના દરિયાનું એક મોજું પગ પર ગલગલીયા કરી જાય એવું અનુભવાશે.





સોરાષ્ટ્રના એક ધાર્મિક જગ્યાએ રોડ પર દીકરીના પિતા મરી જતા, આંખોથી ટપકતા આંસુ સાથે, જતી ગાડીને હાથ કરીને ઉભી રાખે છે. જેમાં એક માણસે પોતાની ફિયાટ ગાડી ઉભી રાખી અને ઉતરીને પૂછ્યું કે શું થયું છે.

રડતા રડતા દીકરી એ જવાબ આપ્યો કે મારા પિતાજીનું અવશાન થઇ ગયું છે. અમને અમારા ઘરે મૂકી આવો તો સારું. સમજદાર માણસે તેની ગાડીમાં પાછળ બેસાડ્યા એ સમયે દીકરી મોતને ભેટેલા પિતાના માથા પર હાથ ફેરવતી હતી. એ ગામ ગયા ત્યારે ઘરને તાળું લાગેલું હતું. મુકવા આવેલા માણસને ચાવી લઇ આવું કહી દીકરી ત્યાંથી નીકળી ગઈ. થોડા સમય પછી ગામને ઘટનાની વિગત મળતા આવીને મૃતદેહ બહાર કાઢ્યો.

તેમ છતાં ગાડીવાળા માણસ ઉભા રહ્યા હતા. ગામના એક વડીલ માણસે પૂછ્યું "આપ કેમ ઉભા છો?" તેમણે જવાબ આપ્યો કે "મોતને ભેટેલા માણસની દીકરીને છેલ્લે મળીને તેને નમન કરીને જાઉં." વડીલે આશ્ચર્ય થી પુછ્યું "કોણ દીકરી?" આ માણસે જવાબ આપ્યો કે "મારી સાથે રોડ પર રહીને ઘરના આંગણા સુધી ગાડીમાં બેસીને આવી હતી તેની વાત કરું છું." ફરીથી વડીલે પુછ્યું "જોતા ઓળખી જાવ?" આ માણસે જણાવ્યું કે "હા, ઓળખુને!!" આખરે તેના ઘરમાં લઇ આવ્યા અને દીવાલ પર દીકરીનો ફોટો હતો એ બતાવીને પૂછ્યું કે "આ દીકરી હતી?" ગાડીવાળા માણસે જણાવી દીધું કે "આ દીકરીએ મને ઉભી રાખીને ઘર સુધી મૂકી ગયી હતી."
ગામના વડીલે આ શખ્સને જણાવ્યું કે "આ દીકરી મરી એને ત્રણ વર્ષ થઇ ગયા છે."

આ ગાડીવાળા માણસને એમ થયું કે પોતાના પિતાને કઈ થાય તો દીકરી કોઈ પણ રૂપમાં આવતી હોય છે. તેથી કહેવાયું છે કે "દીકરી હરહંમેશ વહાલનો દરિયો હોય!!!"

-ઉપર નો લેખ અમારા એક મિત્ર ડૉ.નાનકડી તોફાની એન્જલ (Pali) એ એમના ફેસબુક માં શેર કરેલું છે.
આ લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.

મારું જામનગર!!!



નામ ભલે જામનગર હોઈ પણ મુંબઈ જેવી પહેચાન છે.
એક ઇન્દિરા રોડ, બીજો નહેરુ રોડ, અને ત્રીજો સાત રસ્તા રોડ અમારી જાન છે.
રણજીત સાગર ડેમ અમારી સાન છે,
જોગેર્સ પાર્ક તો પ્રેમી પંખીડા નું ધામ છે,
મનમોજી ના ગોલા, મારાજ ના ગાઠીયા નું નામ છે.
મયુરી ના ભજીયા, ગીગા ભાઈ ની ભેલ ની તો અલગ જ વાત છે.
લખોટા તળાવ તો રવિવાર ની સાંજ છે.
જૈન વિજય ની કચોરી અને પટેલ ના પેંડા એક વાર ખાતા જાવ અને કેતા જાવ કે
જામનગર જેવું બીજું ક્યાં ધામ છે...:)

ઉપર નું લખાણ એક ફેસબુક ગ્રુપ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - Happy Club

ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

કાચબો અને સસલું - ચાર પ્રકરણ (4 version)

મિત્રો નાનપણ માં લગભગ આપણે બધાએ કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી અથવાતો વાચેલી છે.
અહી એના ચાર પ્રકરણ રજુ કરું છું



કાચબો અને સસલું - પ્રકરણ પહેલું (Version 1)

એકવખત એક સસલાએ કાચબા જોડે શરત મૂકી કે કોણ પહેલા પોચે.
કાચબો સમજી ગયો કે એ મને નીચો દેખાડવા માંગે છે. છતાં કાચબાએ શરત સ્વીકારી.
બીજે દિવસે સ્પર્ધા શરુ થઇ, એટલે કાચબો ચાલવા માંડ્યો ને સસલું તો ભાગી ને આગળ નીકળી ગયો, અડધે પોચી સસલાને વિચાર આયવો કે આ કાચબો મારાથી તો આગળ જઈ નહિ શકે, તો શા માટે હું ભાગીને આગળ જાવ, અહી કાચબાની રાહ જોઈ થોડો આરામ પણ કરી લવ. એટલું વિચારી સસલો એક ઝાડ નીચે આરામ થી બેસી ગયો, થોડી વાર થઇ ત્યાં કાચબો ત્યાં પહોચ્યો અને એણે જોયું કે સસલો તો સુઈ ગયો છે એટલે એણે આગળ જવાનું ચાલુ રાખ્યું ને સસલાને સુવાજ દીધો.

સસલો સુતો રહ્યો એટલામાં કાચબો પહોચીને જીતીગયો, બધા લોકો ખુશ થયા ને તાળીઓ પાડવા માંડ્યા, તાળી નો આવાજ સાંભળી સસલો ઉઠી ગયો ને ભાગવા માંડ્યો, એટલે ખબર પડી કે કાચબો તો જીતી ગયો.
મોઢું નાનું થઇ ગયું ને બધું અભિમાન ઉતરી ગયું.

બોધપાઠ:
કાચબો આપણે શિખવે છે કે પોતાનું કાર્ય એકજ ધ્યેય થી અને આળસ કર્યા વગર કરવું જોઈએ.
સસલું આપણે શિખવે છે કે કદીએ પોતાના ચઢીયાતા હોવાનું અભિમાન ન કરવું જોઈએ.

કાચબો અને સસલું - પ્રકરણ બીજું  (Version 2)

કાચબા સાથે સ્પર્ધા હારી ને સસલાને અક્કલ આવી ગયી કે અભિમાન અને આળસ ને કારણે મારે હાર નું મો જોવું પડ્યું, હવે કૈંક એવું કરું કે હુંજ જીતું. એટલે સસલાએ ફરી કાચબાને સ્પર્ધા માટે કહ્યું. કાચબો જાણી ગયો કે આ મને હરાવવાજ માગે છે. હું તો આનાથી જીતી નહિ શકું એમાં એકવાર તો જીતી ગયો એટલે બિચારા સસલાનો પચકો થઇ ગયો એટલે આવખતે જીતી એ પોતાનું માન પાછુ મેળવવા માગે છે અને બધા જાણે જ છે કે મારાથી જીતાશે તો નહિ એટલે લોકો ના માટે હું તો હારવાનો છુંજ નહિ.

બીજે દિવસે સ્પર્ધા શરુ થઇ, એટલે કાચબો ચાલવા માંડ્યો ને સસલો પણ પોતાની સાધારણ જડપથી દોડવા લાગ્યો, આવખતે સસલો સાવચેતી થી સ્પર્ધા જીતી ગયો. અને જીતીને અભિમાન નું ફણગું ફૂટવા માંડ્યું.

બોધપાઠ:
કાચબો આપણે શિખવે છે કે ફળ ની ચિંતા ના કરવી જોઈએ.
સસલું આપણે શિખવે છે કે કદીએ પોતાની જીતનું અભિમાન ન કરવું જોઈએ.

કાચબો અને સસલું - પ્રકરણ ત્રીજું  (Version 3)

સસલાનું અભિમાન જોઈ કાચબાને થયું કે ચાલો આપણે આનું અભિમાન ઉતારીએ એટલે કાચબાએ સસલાને ફરી સ્પર્ધા કરવા કહ્યું, સસલો તો તરતજ માની ગયો, પણ કાચબાએ એક શરત રાખી,
એણે રસ્તો બદલાવવા કહ્યું અને રસ્તો એવો રાખ્યો કે મંજિલ પર પહોચવા નદીને ફરીને જવું પડે.

સસલો તો માની ગયો ને બીજે દિવસે સ્પર્ધા શરૂ થઇ. સસલો તો આરામ થી ચાલવા લાગ્યો, એને થયું કે નદીને ફરીને જવાનું છે એટલે રસ્તો લાંબો છે એટલે કાચબો તો આજે પોચીજ નહિ શકે. પણ કાચબો તો નદીમાં ઉતરી ગયો અને તરીને પેલીપાર પોતાની મંજિલે પોચી સ્પર્ધા જીતી ગયો. સસલાને તરતા આવડે નહિ એટલે નદીને ફરીને પોચ્યો પણ લાંબો રસ્તો હોવાને લીધે હારી ગયો.

બોધપાઠ:
કાચબો આપણે શિખવે છે કે બધા માટે મુશ્કેલી એક સરખી નથી હોતી.
સસલું આપણે શિખવે છે કે વધારે પડતા અભીમાનમાં ક્યારેક ભાન ભૂલાય જાય છે.

કાચબો અને સસલું - પ્રકરણ ચોથું  (Version 4)

સસલાને વાત સમજાય ગઈ હતી એટલે એણે કાચબાને ફરી એક વાર સ્પર્ધા કરવા કહયું, અને રસ્તો થોડો લાંબો અને એમાં પણ વચ્ચે નદી આવે એવો રાખ્યો, કાચબાને કઈ સમજાણું નહિ પણ કાચબાએ સ્પર્ધા માટે હા પડી દીધી કેમકે કાચબો તો જાણતોજ હતો કે કોઈપણ સંજોગોમાં સસલોતો ચઢિયાતો છે. એમ છતાં એનાથી બે વાર જીતીને કાચબો ખુશ હતો.

બીજે દિવસે સ્પર્ધા શરૂ થઇ ને બંને ચાલવા માંડ્યા, આ વખતે સસલાનું ચલણ તદ્દન બદલાય ગયેલું હતું, તેણે કાચબાને કહ્યું કે મારી પીઠ પર બેસી જા એટલે તને નદી સુધી પહોચાડી દવ, એટલે કાચબો તો બેસી ગયો અને બંને નદી સુધી પહોચી ગયા, પછી કાચબો પાણીમાં ઉતારી ગયો એટલે આ વખતે કાચબાએ કહું કે મારી પીઠ પર બેસીજા એટલે તને પેલી પાર લઇ જાવ, આ વખતે સસલો કાચબાની પીઠ પર બેસી નદી પાર કરી લીધી ને બંને એકજ સાથે પહોચી ને સ્પર્ધા સમાંપ્ત કરી.

બોધપાઠ:
કાચબો અને સસલો બન્ને આપણે શિખવે છે કે જો એકબીજા નો સાથ આપીએ તો સમય બચે છે અને કાર્યશક્તિ વધે છે.

-ઉપરોક્ત વાર્તાઓ દુરદર્શન ના ડેપ્યુટી ડાઈરેક્ટર શ્રી. મુકેશ શર્માએ [Marketing Division Mumbai:
Head of Office - Dy.Director General (Prog) Shri Mukesh Sharma] રોબોકોન-2013 સ્પર્ધામાં  [ROBOCON-2013 Competition) કહેલી. જે માત્ર જાણવાજ નહિ પણ શિખવા જેવી વાત છે.

ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

"નાસા" માં ઈન્ટરવ્યું (INTERVIEW AT 'NASA')

INTERVIEWER (IN AMERICAN ENGLISH): Hello! What have you done?
INTERVIEWEE: Sir, I have done Master's in Aeronautical Engineering.

INTERVIEWER: Hmmm! Good, where are you from?
INTERVIEWEE: I am from India.

INTERVIEWER: अच्छा! कहाँ से?
INTERVIEWEE: में गुजरात से हूँ.

INTERVIEWER: અરે, કયું શહેર? 
INTERVIEWEE: સર, હું રાજકોટનો છું.

INTERVIEWER: હું વાત કરો છો બાપુ? રાજકોટમાં રસિકભાઈનો ચેવડો ખાધો કે નહિ?
INTERVIEWEE: અરે હા સર ખાધો જ હોય ને! રસિકભાઈ નો ચેવડો ને "ખેતલા આપાની ચા" એટલે જીવનમાં મોજ જ મોજ બાપુ! (સોરી સોરી સર બોલતો તો, ભૂલથી નીકળી ગયું!)

INTERVIEWER: અરે બાપુ મોજ કરો ને યાર! ભાયું ભાયું માં એવું કઈ થોડું હોય! તમારી નોકરીનું સેટિંગ થઇ જશે. મોજ માં રેજો ભાઈ!

જોયું ને આવા વિશાળ હોય છે સૌરાષ્ટ્રના સિંહોના દિલ!! સૌરાષ્ટ્ રોક્સ!!



ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

પૃથ્વી થી સૂર્ય ની દુરી અને હનુમાન ચાલીસા

"।।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।।।"
"।।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।।।"

12000 (જુગ) X 1000 (સહસ્ત્ર) X 8 (1 યોજન = 8 મીલ) = 9,60,00,000 મીલ.
9,60,00,000 મીલ X 1.6 (1 મીલ = 1.6 કિ.મી.) = 15,36,00,000 કિ.મી.
"લીલ્યો તાહી મધુર ફલ જાનૂ" = હનુમાનજી એ પંદર કરોડ છત્રીસ લાખ કિલોમીટર પૃથ્વી થી દુર સૂર્ય ને લિલ્હિયો (ગળે ઉતારી લીધો) મધુર (મીઠું) ફળ જાણી. 

યુગ (જુગ) શબ્દ ચાર પ્રકારના હોય છે.
સતયુગ દિવ્ય વર્ષોમાં 4,800 વર્ષ અને સૌર વર્ષોમાં 17,28,000 વર્ષ 
ત્રેતાયુગ દિવ્ય વર્ષોમાં 3,600 વર્ષ અને સૌર વર્ષોમાં 12,96,000 વર્ષ 
દ્વાપરયુગ દિવ્ય વર્ષોમાં 2,400 વર્ષ અને સૌર વર્ષોમાં 8,64,000 વર્ષ 
કળયુગ દિવ્ય વર્ષોમાં 1,200 વર્ષ અને સૌર વર્ષોમાં 4,32,000 વર્ષ 
ચતુર્યુગ નું માન સૌર વર્ષોમાં ઘણા લોકો જાણે છે.
પણ ચતુર્યુગ નું માન દિવ્ય વર્ષોમાં 12,000 છે.   એક યુગ (જુગ) = 12,000 વર્ષ 
આપણે જાણીએ છીએ  કે સુર્ય પૃથ્વીથી લગભગ 15,00,00,000 (પંદર કરોડ) કિલોમીટર છે.

કવિ તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ દુરી નું વર્ણન કર્યું હતું.
પણ આજકાલ લોકો સેક્યુલર અને કોન્વેન્ટ ભણવાવાળા એટલે એજ માનશે જે ન્યુટન આપણા ગ્રંથો માંથી ચોરીને દુનીયાને બતાવશે.

-
ઉપર નું લખાણ અમારા એક મિત્ર માનીશ સોની ના ફેસબુક પોસ્ટ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - MANISH SONI

મૃત્યુ પછી સ્વર્ગ કે નરક??

મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ?

સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે.

મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ?

ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.

ગીતા-સાર 

ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

"પાણી વાળા કાકાની નિઃસ્વાર્થ સેવા"

આજે મેં એક 70 વર્ષના ઘરડા માણસને મસ્જીદ સ્ટેશને બધાને મફત ઠંડુ પાણી વહેચતા જોયા, હું પણ તરસ્યો હતો એટલે મેં પણ થોડું પાણી પીધું પણ પછી મને વિચાર આવ્યો કે કેમ આ ઘરડો માણસ આ ઉમરમાં આવું કામ કરે છે? અને એની પાસે એક નીલા થેલામાં પાંચ થી છ, બે લીટર વળી ઠંડુ પાણી ભરેલી મોટી બાટલી હતી. 

હું લોકલ ટ્રેન માટે રાહ જોઈ રહ્યો હતો, મારે દાદર તરફ જવું હતું પણ મારી જીજ્ઞાસા ને લીધે મેં એ પાણી વાળા કાકાની પાછળ સી.એસ.ટી. તરફ જતી ટ્રેન પકડી. ટ્રેન માં પણ એ કાકા બધાને ઠંડુ પાણી વહેચતા હતા, એમણે મને પણ ફરી પાણી માટે પૂછ્યું કારણકે હું પરસેવેથી રેબઝેબ થઇ ગયો હતો.

વાતચીત કંઇક આ પ્રકારે થઈ.
પાણી વાળા કાકા: "શર્ટ ઈતના ગીલા ક્યોં હો ગયા?"
હું: "પસીને સે."
પાણી વાળા કાકા: "આરામ સે પાની પીઓ, પેટ ભરકે પાની પીઓ."
મેં થોડું પાણી પીધું ને પૂછ્યું: "આપ રોજ ઐસે સબકો પાની પિલાતે હો?"
પાણી વાળા કાકા: "હાં, રોજ પિલાતા હું."
હું: "કબસે ઐસે રોજ પાની પીલા રહે હો?"
પાણી વાળા કાકા: "બુઢા હો ગયા યે કરતે કરતે."
મેં ફરી એક વાર પૂછ્યું: "હાં મતલબ કબસે પીલા રહે હો?" મારે જાણવાની આતુરતા હતી.
પાણી વાળા કાકા: "યે કોઈ બતાને વાલી બાત થોડી હૈ, મૈને કહાના બુઢા હો ગયા યે કરતે કરતે, 70 સાલકા હું મૈ."
હું: "કહાં રહતે હો?"
પાણી વાળા કાકા: "ઠાકુર્લી."
હું: "મૈ આપકા એક ફોટો લેના ચાહતા હું."
પાણી વાળા કાકા: "નહિ નહિ યે સબ મૈ થોડી કર રહા હું, યે સબ તો ઉપરવાલે કી દુવાસે હો રહા હૈ."
પછી એ અંગ્રેજીમાં બોલ્યા: "આઈ ડીડ નોટ ડુ એની થિંગ, ઇટ્સ બીકોસ ઓફ યુ ધીસ ઇસ હેપનીંગ."
એમણે મને ફોટો પાડવાપણ ન દીધો ને ફરીથી પાણી વહેચવા ના કામ માં લાગીગયા.
"પાનીવાલા !! મોફત કા પાની, ઠંડા પાની લેલો."

હું એટલો આશ્ચર્યમાં હતો કે એમનું નામ પણ પૂછવાનું ભૂલી ગયો. એમનાં ના પાડવા છતાં મેં એમના અમુક ફોટો પાડી લીધા જે આ લેખ માં રજુ કરું છું।

ટ્રેન સી.એસ.ટી. પહોચી એટલે મારી પાછળ ઉભેલા એક પ્રવાસીએ કહ્યું હવે એ કાકા સી.એસ.ટી. થી 9.56 ની ટ્રેનમાં જશે. મેં સી.એસ.ટી. ઉતરી દાદર તરફ જઈ રહેલી બીજી ટ્રેન પકડી.

હું શત શત વંદન કરું છું એ પાણી વાળા કાકાને અને જો તમે પણ આ તરફ આવો અને મુંબઈ લોકલ ટ્રેનમાં મફત ઠંડુ પાણી વહેચતા એ પાણી વાળા કાકાની મુલાકાત થાય તો થોડું પાણી અવશ્ય પીજો જેથી એ કાકા ને ખુશી થશે અને તમને પણ અમૃત પીધાનો અહેસાસ થશે.

ભગવાન ની કૃપા દ્રિષ્ટિ એમના પર વરસે અને દુનિયાની તમામ ખુશી એમને મળે હમણાં નહીતો એમના આવતા જન્મમાં અને એમની બધી મુશ્કેલીનું અંત આવે.



જનસેવા કરવી એ ઈશ્વરનું નામસ્મરણ કરવા બરાબર છે.
સ્વામી શિવાનંદજીએ કહ્યું છે: "નિઃસ્વાર્થ સેવાભાવથી સાચું મનુષ્યત્વ અને હૃદયની વિશાળતા ઓળખાય છે. સતત નિઃસ્વાર્થ સેવા કરો. નિષ્કામ સેવા એ કર્મયોગની ચાવી છે. સેવાથી જ હૃદયની શુદ્ધિ થશે!"

-

ઉપર નો લેખ અમારા એક મિત્ર Kewal Haria એ એમના ફેસબુક માં શેર કરેલું છે.
આ લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.

...પુરુષ પગારમાં ... સ્ત્રી વઘારમાં...


પુરુષપ્રધાન સમાજમાં વહુનો દાડમ જેવો નાનો દોષ પણ સાસરીયાને તરબુચ જેટલો મોટો દેખાતો હોય છે. આપણા સમાજમાં સાઇકલ ચલાવતાં ન આવડતી હોય એવા મુરતીયા કરતાં રોટલી વણતાં ન આવડતી હોય એવી દીકરીઓ જ વધુ વગોવાય છે. દીકરી કૉલેજમાં પ્રતીવર્ષ શ્રેષ્ઠ નાટ્યદીગ્દર્શનનો એવોર્ડ જીતી લાવતી હશે; પણ તેને દાળ વઘારતાં નહીં આવડતું હોય. તો સાસરાના સ્ટેજ પર કરુણ રસનો નાટક ભજવાયો જ સમજો!

એટલે ઉત્તમ તો એ જ છે કે બે બદામની દાળને ખાતર દીગ્દર્શન-કલાએ વગોવાવું નહીં પડે તે માટે છોકરીઓએ રોજબરોજના ઘરકામો શીખી લેવાં જોઈએ. વિશેષતઃ રસોઈકામ તો ખાસ! કોઈ બેંક-કેશીયરને એકથી સો સુધીની પાકી ગણતરી આવડવી જેટલી જરુરી હોય છે તેટલું જ એક સ્ત્રી માટે રસોઈકામ જરુરી બની રહે છે. યાદ રહે, મુરતીયો સલમાન ખાન જેટલો રૂપાળો દેખાતો હશે પણ ભણ્યો નહીં હોય. નોકરી ના કરતો હોય તો કોઈ યુવતી તેને પરણવા તૈયાર થશે ખરી? સામાજીક અપેક્ષાનુસર પુરુષ પગારમાં અને સ્ત્રી વઘાર (પાકકલા) માં શ્રેષ્ઠ હોવી જોઈએ!
-અજ્ઞાત

-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.

"આંધળી માં નો કાગળ"

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઇ નાગજી નામે.

લખ્યે કે માડી! પાંચ વરસમાં નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, તેને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દ્હાડા?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લુગડાં પ્હેરે, પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઈ જ છે મુડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉ છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં. 

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગુનું ઢાંકણ, ખૂટી છે કોઠીઓ જાર;
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.

-છબી.
........

ઉપર નું લખાણ એક ફેસબુક ગ્રુપ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - माता-पिता


વિકલાંગતા એ સફળતાને માટે બાધા નથી.


આમને મળો : આમને માટે વિકલાંગતા એ સફળતાને માટે બાધા નથી. 





એમણે દુનિયાને સાબિત કરી દીધું છે કે વિકલાંગતા એ સફળતા માટે એક બાધા રૂપ નથી! પોતાના બે સ્વસ્થ હથિયાર (હાથ) વગર, એણે પગો ને હાથો માં પરિવર્તિત કર્યું છે. એણે બીએ, એમએ (ઇકોનોમિક્સ) અને બીએડ પાસ કરી છે.

મળો લાલકૃષ્ણ અરુણ કુમાર ને જે પોતાના બન્ને હાથ ગુમાવી ચુક્યા છે. એમના માતા પિતા માધવ રાવ અને જયશ્રી બન્ને ખાનગી સ્કૂલો માં કામ કરી એમને ઘોર ગરીબી ને લીધે કૃત્રિમ અંગ અપાવવામાં અસમર્થ હતા. ભણતર માં પોતાની ક્ષમતા સાબિત કરવા માટે અરુણે પગેથી લખી પોતાનું શિક્ષણ ચાલુ રાખ્યું.

હવે પગે થી અરુણ પોતાનું રોજ-દરોજ નું કામકાજ સારી રીતે કરી શકે છે અને એટલુજ નહિ એતો ક્રિકેટ, શતરંજ (CHESS) અને કેરમ પણ રમી શકે છે.

અરુણ સરકારી પ્રાથમિક શાળા કટ્ટા કરીમ નગર, રામપુર માં શિક્ષણ સ્વયંસેવક રીતે કામ કરે છે અને ટ્યુશન પણ કરાવે છે. એ ફક્ત પગે થી બ્લેક બોર્ડ પર લખી પોતાના વિદ્યાર્થીઓની પ્રશંષા જીતે છે.

અરુણ પોતાના પગેથી મોબાઈલ ફોન નો ઉપયોગ પણ કરે છે.

અરુણ નું કહેવું છે કે એને કોઈ પસ્તાવો નથી, "હું એક શિક્ષણ સ્વયંસેવક તરીકે સરકારી સ્કૂલો માં ગરીબ વિદ્યાર્થીઓ ને ભણાવી બહુ ખુશ છું."

એક હિન્દી કહેવત યાદ આવે છે કે 

"मंजिलें उन्हीको मिलती हैं,
            जिनके सपनों में जान होती है !
सिर्फ पंखों से कुछ नहीं होता दोस्तों,
            हौसलों से उड़ान होती है !!"

જો તમે પણ અરુણની આ હિંમતને સલામ કરતા હોય તો આ વાત ને વધુ માં વધુ SHARE કરો જેથી આપણા વચ્ચે રહેલા અપંગ કે બેસહારા લોકો પણ આવી હિંમત કરવાની હિંમત કરે અને સંકોચાય નહિ... અભાર. 

"અદભૂત હ્રદયસસ્પર્શી વાર્તા"


અચૂક વાંચજો....!!!

.. હું અને મારી માં. ઘરમાં અમે બન્ને જ હતા. મારી માને ખાલી એક આંખ હતી. મને તેને જોઇ ખુબ ક્ષોભ થતો. હું તેને ધિક્કારતો હતો. અમે મધ્યમ વર્ગના હતા. તે લોકોનુ ઘરકામ કરીને એના અને મારા નિર્વાહમાં મદદ કરતી.

.. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મારી મા એક દિવસે એમજ મને મળવા આવી હતી. મને એમ થયુ કે ધરતી માર્ગ આપે તો તેમાં સમાઇ જાઉં. હું ગમે તેમ કરી ત્યાંથી ભાગી ગયો. બિજે દિવસે શાળાએ ગયો તો મારા વર્ગનો એક વિદ્યાર્થી મને ચીઢવતો હતો, "એઇઇઇ..... તારી માને તો એક જ આંખ છે! તારી માંતો કાણી.. તારી માંતો કાણી!" હું ભોઠો પડ્યો. ઘરે જઇને મેં માને સંભળાવ્યું,"તારે હવેથી મારી શાળામાં નઇ આવવાનું. લોકો માર પર હસે છે... તને કંઇ ખબર પડે છે?"

.. માં કઇ ના બોલી. હું એટલો બધો ગુસ્સામાં હતો કે મેં પણ આ ઉદગારો કાઢતા પહેલાં વિચાર ન કર્યો. માંને શું લાગણી થતી હશે તેનાથી હું તદ્દન અજાણ હતો.

.. મારે મારી માંથી દુર જવુ હતું. તેથી હું ખુબ ભણ્યો. મને સારી નોકરી પણ મળી. મેં લગ્ન કર્યા. અમને બાળકો થયા. મે સુંદર એવું મારું પોતાનું ઘર ખરીદ્યુ અને મારી માથી દુર રહેવા ચાલ્યો ગયો. હું મારા કુટુંબ સાથે અમારા આરામદાયક જીવનથી ખુબ ખુશ હતો.

.. એક દિવસે મારી માં ઓચિંતી મારા ઘરે મને મળવા આવી. મારાં બાળકો પણ પહેલાં તેના દેખાવથી ડર્યા; પછી તેના પર હસ્યાં. મને ખુબ ગુસ્સો આવ્યો. મે રાડ પાડીને એને કહ્યુ, "મારા બોલાવ્યા વગર મારા ઘરે આવવાની તેં હિંમત કેવી રીતે કરી? મારા બાળકો ડરી જાય છે, તને ભાન નથી પડતુ? તું હમણાં ને હમણાં અહીંથી ચાલી જા"

.. મારી માંએ શાંતિથી મને કહ્યું, "મને માફ કર, બેટા. અહીં આવીને મેં ભુલ કરી..." ને પાછી ચાલી ગઇ.

.. થોડા વર્ષો પછી મારી માં ખુબ બિમાર છે તેવા સમાચાર મળ્યા. વ્યાવસાયીક કારણ સર હું જઇ ના શક્યો. થોડા દિવસો પછી યાદ આવતા હું માંના ઠેકાણ્ર ગયો. પડોશીઓ દ્વારા મને જાણવા મળ્યુ કે મારી માંનુ મૃત્યુ થોડ દિવસો પહેલા થઇ ગયુ છે. તેમ છતા મારી આંખમાંથી એક આંસુ ન પડ્યું.

.. પડોશીએ મારી માંએ એના અંત સમયે લખેલ પત્ર મારા હાથમાં મુક્યો.

પત્ર :-
"મારા વહાલા દિકરા. હું તને હંમેશા ખુબ યાદ કરું છું. તારા ઘરે આવીને તારાં બાળકોને ડરાવવા બદલ હું ખુબ દિલગીર છું. હું તારા માટે સતત ભોંઠપનો વિષય વનવા બદલ પણ તારી માફી માંગુ છું. હવે કદાચ આપણે મળી નહી શકીયે તેથી હું તને આ વાત કરી રહી છું.

જ્યારે તું ખુબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઇ હતી.
તારી માં તરીકે હું તને એક આંખ વાળો જોઇ શકતી નહોતી. તેથી છેવટે મેં મારી એક આંખ તને આપી દિધી. મારો દિકરો હવે વિશ્વને બરાબર જોઇ શકતો હતો તે બદલ હું ખુબ ખુશ હતી. તારી આંખો દ્વારા જાણે હું જ તારી જગ્યા એ વિશ્વને જોતી - અનુભવતી.

ખુબ વહાલપુર્વક.
- તારી માં...!!!

Via-અજ્ઞાત
...

ઉપર નું લખાણ ફેસબુક ગ્રુપ કોલેજ ના ક્લરીયા ની પોસ્ટ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - કોલેજ ના ક્લરીયા

કે મીઠો માંનો રોટલો……

માંના હાથના રોટલા પાસે દેવોનું અમૃત પણ તુચ્છ છે. એ મીઠાશ સામે જગતની તમામ સંપત્તિ કે પદ-પ્રતિષ્ઠા પાણી ભરે ! એમાંય આખુ વર્ષ મહેનત કરીને ખેતર ખેડ્યું હોય, બી રોપ્યાં હોય, વર્ષાની કાગડોળે વાટ જોઈ હોય અને પછી મોસમની પહેલી મીઠી બાજરી લણીને એનો લોટ પોતાના હાથે દળ્યો હોય, આંગળાની છાપ પાડીને રોટલો ઘડ્યો હોય અને દેવતાની મીઠાશમાં એને ચઢવ્યો હોય ત્યારે તો એને કઈ ઉપમા આપવી ? તસ્વીરમાં ગ્રામીણ મા એવા રોટલાને જોઈને આનંદવિભોર થઈ ઊઠે છે. લીંબડીના કવિ ચન્તકાન્ત નિર્મલ કહે છે કે એ રોટલામાં માંવડીને પહેલા આણે આવતી પોતાની દીકરીની તસ્વીર દેખાય છે. તસ્વીરકારે જાણે એક જ તસ્વીરમાં અનેક તસ્વીરોને મઢી દીધી છે ! બાજરાનો રોટલો
 
















નવી મોસમની મીઠી બાજરી, કર્યું દળણું વહેલી પ્રભાત
હળવે હાથે થાબડી ધીરે, મા પકવે એ ધીરે તાપ
કે મીઠો માંનો રોટલો……

હાથે ટીપાતા રોટલામાં, માને કોનો ચહેરો દેખાય
રોટલામાં જોતી મલકે માવડી, કોને જોઈ હરખાય
કે મીઠો માંનો રોટલો……

કાલે મળી’તી પ્રિય સખી એની, જેને કહેતી’તી એ બધી વાત
માના હાથનો રોટલો ખાધા, જાણે જુગજુગની થઈ વાર
કે મીઠો માંનો રોટલો……

ભઈલો ગયો છે તેડવા એને, લાડકડીને પહેલે આણે
સમય થયો આ આવી કે આવશે, વિચારતા મા મલકે અટાણે
કે મીઠો માંનો રોટલો……

........

ઉપર નું લખાણ અમારા એક મિત્ર સથવારા માનીશ ના ફેસબુક પોસ્ટ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - SATHVARA MANISH

મારો પરિચય



મારું નામ જીવો પગી,


હું ભડનો દીકરો, મારું નામ જીવો પગી, ભોમિયો આખા ગુજરાતનો...
ઠેકાણું મારું - જામનગર, ગુજરાત, ભારત.

હાચું કવ તો જીવો પગી એક કાલ્પનિક પાત્ર છે, જે મારી કલ્પના પણ નથી . આતો અમે જયારે ગુજરાતી સ્કુલમાં ભણતા ત્યારે ચોથી કે પાંચમી માં ગુજરાતી બાલભારતી માં એક પાઠ હતો "જીવો પગી" એમાં થી આ પત્ર લીધેલું છે . જીવો પગી એક એવો માણસ હતો જેને લોકો લુટારા કે કોઈ બહારવટિયા આવે ત્યારે એની સામે કરતા અને આ જીવો પગી મારો બટો લુટારો હોય કે સાવજ હોય કોઈને પણ મનાવીને પાછો મોકલી દેતો . નાનપણ થીજ "જીવો પગી" એ મારું મનગમતું પત્ર બની ગયું હતું ને દસમાં ધોરણ સુધી મેં એના પાઠો આવવાની રાહ જોઈ પણ પછી ક્યારેય આયવા નય એટલે વિચાર્યું કે આપને "જીવો પગી" ને જીવતો કરી. 

હવે જોઈએ કે મારી આ પત્ર ની સફર કેટલી આગળ વધે છે, ઈ હારું મારે તમારો સાથ જોસે. 

જીવા પગી ના રામ રામ .

મીઠા ટહુકા વાંચો