"સગી માં તો જુઠાબોલી હતી"
આઠ દસ વરસના દીકરાની મા મરી જાય છે!! ગામમાં કોઇએ પૂછ્યું કે,
"દીકરા ! તારી આ નવી મા અને મૃત્યુ પામેલી માં વચ્ચે શું તફાવત લાગ્યો?"
ત્યારે આ ગામડાનો દીકરો જવાબ દીધો કે "મારી જે સગી મા હતી એ જુઠાબોલી હતી અને આ નવી મા સાચાબોલી છે"
આ સાંભળી ગામલોકો આશ્ચર્યચકિત થઇને પૂછે છે કે "કેમ બેટા? જેની કૂખે તૂં જનમ્યો છે એને તૂં જુઠાબોલી કહે છે? અને જે કાલે આવી છે એને સાચાબોલી? કારણ?"
ગામડાનો આ ભોળો દીકરો જવાબ દે છે કે,"જયારે હુ મસ્તી કરતો ત્યારે મારી માં મને કે'તી હતી કે,દીકરા જો તૂં આમ મસ્તી કરીશ તો તને જમવાનું નહીં દઉં! છતાં ય હું તોફાન કરતો અને એ જ મા વાળાટાણું થાતાં,રોઢાટાણું થાતાં,આંખ્યે નેજવું કરી, મને ગામમાંથી ગોતી લાવી, પરાણે મોંમાં કોળિયા દઇ ખવરાવતી!
આ નવી મા કહે છે કે તોફાન કરીશ તો ખાવાનું નહીં દઉં! અને હું તોફાન કરું તો ખરેખર ! મને ત્રણ દિ' સુધી જમવાનું નથી દેતી !";-(;-(
-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.




0 comments:
Post a Comment