Powered by Blogger.

માણસ બનો


ઉનાળાના ધોમધખતા તાપ માં એક મજુર શહેરની ગલીઓમાં તરસતો ભટકતો હતો. ખાસ્સા રઝળપાટ પછી તેને હવેલી ની બહાર એક શેઠ ને ઉભેલા જોયા. શેઠને ઉભેલા જોઇને તેને કાકલુદી ભર્યા સ્વરે કહ્યું "શેઠ, પાણી આપોને ખુબ તરસ લાગી છે."

શેઠે કહ્યું "હમણાં માણસ આવશે એ તને પાણી આપશે."

ઘણીવાર થઇ, માણસ આવ્યો નહિ. મજુર માટે તરસ અસહ્ય બની એણે ફરી શેઠ ને વિનંતી કરી "શેઠ, પાણી આપોને..."

શેઠે ઉગ્ર અવાજે કહ્યું "માણસ આવે એટલે આપશે કહ્યું ને."

મજૂરે ફરી રાહ જોઈ પણ માણસ આવ્યો નહિ મજૂરે ફરી શેઠ ને આજીજી કરી. આ વખતે શેઠ વધુ ઉગ્ર થઈને બોલ્યા "તને ક્યારનો કહું છું તો સમજ નથી પડતી કે માણસ આવશે તે પાણી આપશે"

તરસ થી વ્યાકુળ બનેલા મજુર થી બોલાઈ ગયું "શેઠ થોડીવાર માટે તમે જ માણસ બની જાવને !!! "

મિત્રો, ક્યારેક તમે બીજાની તરસ છીપાવશો તો ભગવાન જરૂરથી તમારી તરસ પણ છીપાવશે...!!!

Join Us "હા-અમે ગુજરાતી"

ગર્ભમાં રહેલી દીકરીની વ્યથા...

(દીકરી ની વ્યાખ્યા: બોલતા આવડે એ પહેલા બધું જ ઈશારા માં સમજાવે અને બોલતા આવડી જાય પછી બધું ઈશારા માં સમજાવી દે .... એટલે દિકરી . સમજણ ની summary એટલે દિકરી . ઈશ્વર સુધી પહોચવા માટે તત્કાલ માં કરાવેલું reservation એટલે દિકરી . મંદિર સુધી લઇ જતો ટૂંકા માં ટૂંકો રસ્તો એટલે દિકરી . વર્ષો પહેલા સમજણ નામ નું કોઈ બીજ રોપ્યું હોય અને એમાં થી વૃક્ષ થાય , એ વૃક્ષ નું નામ દિકરી . વૃક્ષ ની વાત છોડો, ડાબા ખિસ્સા માં વસંત રાખ્યા નો અહેસાસ થાય , એ અહેસાસ નું નામ દિકરી . દિકરી આંસુઓ લૂછે ત્યારે સાલું એવું લાગે કે ચોમાસું રૂમાલ લઇ ને આવે !!!!)
ગર્ભમાં રહેલી દીકરીની વ્યથા..

મા મને એક અવસર તો આપ...!!!!

તારા ખોળામાં માથું નાખીને સુવાનો મારા નાના હાથથી તારા ચોટલા ને ગુંથવાનો... સુતેલા મારા પપ્પાના માથામાં હાથ ફેરવવાનો એમના તમામ દુ:ખોમાં સહભાગી થવાનો મારે પણ જીવવુ છે મા મને એક અવસર તો આપ..!!!
નહીં કરુ હું જીદ કોઇ ચીજ માટે મારી બધીજ વસ્તુઓ આપી દઇશ ભૈયા માટે આકાશના તારા તોડી લાવીશ તારા માટે નિર્દયી ના થા મારા માટે મારે પણ જીવવુ છે મા, મને એક અવસર તો આપ..!!!

મારા કીલકીલાટથી તારું ઘર ભરી દઇશ આખી દુનિયામાં રોશન પપ્પાનું નામ કરી દઇશ પપ્પાનુ ટીફીન આપવા ઓફીસે હું જઇશ થોડુ ખાઇ ને પણ હું જીવી લઇશ તારું કહેવુ કરીશ અને તું કહે તેમ રહીશ મારા મમ્મી પપ્પા દુનિયાના બેસ્ટ મમ્મી-પપ્પા છે એવું હું બધાને કહીશ. નિર્દયી નહિ થા માં મારે પણ જીવવુ છે મને એક અવસર તો આપ..!!!

પપ્પા નો સહારો થઇશ હું તું થાકે ત્યારે તારું માથું દાબી દઇશ હું... તારા પર આવેલી હર મુસીબત સહીશ હું પપ્પાનો દીકરો બનીને રહીશ હું... નિર્દયી નહિ થા માં મારે પણ જીવવુ છે મને એક અવસર તો આપ..!!!

ના પાડી દે ડોક્ટરને મને કાતરથી ના મારે પપ્પાને કહી દે ને મમ્મી એ ડોક્ટર ને મારે તારા ખોળામાં તો મને નિરાંતે સુવા દે.... હુ મસ્તી નહીં કરું મમ્મી મને દુનિયા તો જોવા દે..?

નિર્દયી નહિ થા મા મારે પણ જીવવું છે મને એક અવસર તો આપ..!!!

નહીં..... બચાવો...પપ્પા.....!!!! બચાવો મને..... મમ્મી બચાવ મને આ ડોક્ટર અંકલ મને મારે છે...!!! નહીં....પપ્પા બચાવો....નહી....નહી....

માં ને મનીઓર્ડર મોકલી દીધો છે...


મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !!

.. પાકીટમાં શું હતું .. .. ?? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !!

.. એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે : "મારી નોકરી છુટી ગઈ છે, એટલે હવે હું તમને પૈસા નહિ મોકલી શકું .. .. !!"

૩ દિવસથી તે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં જ પડ્યો હતો .. !! પોસ્ટ કરવાનું મન જ નહોતું થઇ રહ્યું .. .. !! :'(

.. એમ પણ ૧૫૦ રૂપિયા કઈ મોટી રકમ તો નથી હોતી. પણ જેની નોકરી છૂટી ગઈ હોય ને, એના માટે તો ૧૫૦ રૂપિયા પણ ૧૫૦૦ થી ઓછા નથી હોતા .. .. !

.. આ વાતને અમુક દિવસ વીતી ગયા. માં નો પત્ર મળ્યો. હું સહેમી ગયો .. .. જરૂર માં એ પૈસા મોકલાવવા માટે લખ્યું હશે .. !! પણ પત્ર વાંચીને હું શોક થઇ ગયો .. .. !!

માં એ લખ્યું હતું : "બેટા, તારો ૫૦૦ રૂપિયાનો મોકલેલો મનીઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો સારો છે, પૈસા મોકલવામાં ક્યારેય લાપરવાહી નથી કરતો .. .. !"

હું એ વિચારમાં પડી ગયો કે આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે .. .. ??

એના અમુક દિવસ પછી .. .. એક બીજો પત્ર મળ્યો .. !! એકદમ ગળબળિયા અક્ષરોમાં લખાયેલો, માંડ-માંડ હું એને વાચી શક્યો .. !!

એમાં લખ્યું હતું કે : "ભાઈ, ૧૫૦ રૂપિયા તારી તરફથી અને ૩૫૦ રૂપિયા મારી તરફથી મેળવીને, મેં તારી માં ને ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલી દીધો છે .. .. !! ફિકર નહિ કરતો દોસ્ત, માં તો બધાયની એક જેવીજ હોય છે ને .. .. ?? એ કેમ દુખી રહે .. .. ??"

તારો અજાણ્યો મિત્ર - પાકીટચોર ભાઈ .. .. !!

સમિક્ષા : માણસ ચાહે કેટલો પણ બુરો કેમ ના હોય પણ 'માં' ના માટેની ભાવના બધાની એક જેવી જ હોય છે. સાચું કે નહિ .. .. ?? ♥ღ•٠

વાંચકોને વિનંતી કે: જો તમને વાર્તા જરાપણ ગમી હોય તો ફેસબુક, ટ્વીટર કે ગુગલ પ્લસ ના માધ્યમથી શેર કરી અને કમેન્ટ કરી આભારી કરોશોજી.

ગરીબી એટલે?


એક દી એક ધનિષ્ઠ બાપ પોતાના ચૌદ વર્ષના દીકરાને ગરીબી કોને કહેવાય અને ગરીબ માણસ કેવીરીતે જીવેછે તે બતાવવા એક ગામ માં ગરીબને ઘેર લઇ ગયો ને એક આખો દિવસ ત્યાં ગુજાર્યો, બીજે દિવસે બાપે એના છોકરાને ઘેર લઇ જતી વખતે કહ્યું કે તે જોયું કે ગરીબ માણસ પોતાની જીંદગી કેવી રીતે વિતાવે છે? અને એ જોઈ તું શું શિખ્યો?

એટલે છોકરાએ જવાબ આપ્યો કે 
આપણી પાસે એક કુતરો છે ને જેને આપણે પટ્ટાથી બાંધી રાખીએ છીએ જેથી એ બીજા ને કરડી ના લે,
એમની પાસે ચાર કુતરા ને બે નાના બચ્ચા છે ને તે પણ છુટા, અને એમના એક અવાજમાં તે શાંત બેસી જાય છે અને એ સિવાય એક ગાય, એક વાછડી, એક બકરી, બે બિલાડી, ચાર કબુતર અને ત્રણ ખિસકોલી છે.

આપણી પાસે ન્હાવા માટે બાથરૂમ માં ટબ અને આંગણામાં સ્વીમીંગપુલ છે, જેમાં મહીને એક વાર પાણી બદલવું પડે છે,
એમની પાસે કુદરતી નદી છે ને જેનું પાણી રોજ બદલાતું રહે છે.

અપણા આંગણામાં બે ઝાડ ને બે ફૂલ છોડ છે,
એમના આંગણામાં પાંચ ઝાડ છે તેમાં બે કેરીના, એક બદામનું, એક જાંબુનું ને એક લીમડાનું છે અને અગિયાર ફૂલછોડ છે જેમાં બે જાસવંતિના, એક ગુલાબનું, બે રાતરાણી ને છ ઝંડુ ના, એમ છતાં તેઓ તુલસીની પૂજા કરતા હતા જે નાતો ફળ આપતુતું નાતો ફૂલ.

આપણા ઘરમાં રમવા માટે એક નાનું ટેરસ છે
એમના ઘરનું આંગણું ખુબજ મોટું છે.

આપણા ઘરમાં રાત્રે સુતી વખતે એક નાનો લેમ્પ ચાલુ હોય છે ને ઉપર પંખો દેખાય છે,
એમના ઘરમાં રાત્રે ચાંદની પ્રસરે છે ને તારાઓ ટમટમે છે.

આપણી રક્ષા માટે ચાર દીવાલો છે,
એમની રક્ષા માટે એમના મિત્રો ને પડોસીઓ છે.

આપણી પાસે એન્સાઇક્લોપીડીયા છે,
એમની પાસે શ્રીમદ ભાગવત ગીતા છે.

આપણે આપણો ખોરાક ખરીદી કરીને લાવીએ છીએ,
તેઓ પોતાનો ખોરાક જાતે ઉગાવે છે.

આપણા મોટા ઘર માં આપણે ફક્ત ત્રણ જણા છી. મમ્મી, તમે ને હું.
એમના નાના ઘરમાં એમના બા-બાપુજી, મમ્મી-પપ્પા, કાકા કાકી, ફઈ ને ભાઈ-બહેન બધા જ છે.

"હું ખરેખર તમરો આભારી છું કે તમે મને બત્વ્યું કે આપણે કેટલા ગરીબ છીએ."

વાંચકોને વિનંતી કે: જો તમને વાર્તા જરાપણ ગમી હોય તો ફેસબુક, ટ્વીટર કે ગુગલ પ્લસ ના માધ્યમથી શેર કરી આભારી કરોશોજી.

"સગી માં તો જુઠાબોલી હતી"



આઠ દસ વરસના દીકરાની મા મરી જાય છે!! ગામમાં કોઇએ પૂછ્યું કે,
"દીકરા ! તારી આ નવી મા અને મૃત્યુ પામેલી માં વચ્ચે શું તફાવત લાગ્યો?"

ત્યારે આ ગામડાનો દીકરો જવાબ દીધો કે "મારી જે સગી મા હતી એ જુઠાબોલી હતી અને આ નવી મા સાચાબોલી છે"

આ સાંભળી ગામલોકો આશ્ચર્યચકિત થઇને પૂછે છે કે "કેમ બેટા? જેની કૂખે તૂં જનમ્યો છે એને તૂં જુઠાબોલી કહે છે? અને જે કાલે આવી છે એને સાચાબોલી? કારણ?"

ગામડાનો આ ભોળો દીકરો જવાબ દે છે કે,"જયારે હુ મસ્તી કરતો ત્યારે મારી માં મને કે'તી હતી કે,દીકરા જો તૂં આમ મસ્તી કરીશ તો તને જમવાનું નહીં દઉં! છતાં ય હું તોફાન કરતો અને એ જ મા વાળાટાણું થાતાં,રોઢાટાણું થાતાં,આંખ્યે નેજવું કરી, મને ગામમાંથી ગોતી લાવી, પરાણે મોંમાં કોળિયા દઇ ખવરાવતી!

આ નવી મા કહે છે કે તોફાન કરીશ તો ખાવાનું નહીં દઉં! અને હું તોફાન કરું તો ખરેખર ! મને ત્રણ દિ' સુધી જમવાનું નથી દેતી !";-(;-(

-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

મીઠા ટહુકા વાંચો