...પુરુષ પગારમાં ... સ્ત્રી વઘારમાં...
પુરુષપ્રધાન સમાજમાં વહુનો દાડમ જેવો નાનો દોષ પણ સાસરીયાને તરબુચ જેટલો મોટો દેખાતો હોય છે. આપણા સમાજમાં સાઇકલ ચલાવતાં ન આવડતી હોય એવા મુરતીયા કરતાં રોટલી વણતાં ન આવડતી હોય એવી દીકરીઓ જ વધુ વગોવાય છે. દીકરી કૉલેજમાં પ્રતીવર્ષ શ્રેષ્ઠ નાટ્યદીગ્દર્શનનો એવોર્ડ જીતી લાવતી હશે; પણ તેને દાળ વઘારતાં નહીં આવડતું હોય. તો સાસરાના સ્ટેજ પર કરુણ રસનો નાટક ભજવાયો જ સમજો!
એટલે ઉત્તમ તો એ જ છે કે બે બદામની દાળને ખાતર દીગ્દર્શન-કલાએ વગોવાવું નહીં પડે તે માટે છોકરીઓએ રોજબરોજના ઘરકામો શીખી લેવાં જોઈએ. વિશેષતઃ રસોઈકામ તો ખાસ! કોઈ બેંક-કેશીયરને એકથી સો સુધીની પાકી ગણતરી આવડવી જેટલી જરુરી હોય છે તેટલું જ એક સ્ત્રી માટે રસોઈકામ જરુરી બની રહે છે. યાદ રહે, મુરતીયો સલમાન ખાન જેટલો રૂપાળો દેખાતો હશે પણ ભણ્યો નહીં હોય. નોકરી ના કરતો હોય તો કોઈ યુવતી તેને પરણવા તૈયાર થશે ખરી? સામાજીક અપેક્ષાનુસર પુરુષ પગારમાં અને સ્ત્રી વઘાર (પાકકલા) માં શ્રેષ્ઠ હોવી જોઈએ!
-અજ્ઞાત
-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.




0 comments:
Post a Comment