Powered by Blogger.
Showing posts with label મીઠો માંનો રોટલો. Show all posts
Showing posts with label મીઠો માંનો રોટલો. Show all posts

કે મીઠો માંનો રોટલો……

માંના હાથના રોટલા પાસે દેવોનું અમૃત પણ તુચ્છ છે. એ મીઠાશ સામે જગતની તમામ સંપત્તિ કે પદ-પ્રતિષ્ઠા પાણી ભરે ! એમાંય આખુ વર્ષ મહેનત કરીને ખેતર ખેડ્યું હોય, બી રોપ્યાં હોય, વર્ષાની કાગડોળે વાટ જોઈ હોય અને પછી મોસમની પહેલી મીઠી બાજરી લણીને એનો લોટ પોતાના હાથે દળ્યો હોય, આંગળાની છાપ પાડીને રોટલો ઘડ્યો હોય અને દેવતાની મીઠાશમાં એને ચઢવ્યો હોય ત્યારે તો એને કઈ ઉપમા આપવી ? તસ્વીરમાં ગ્રામીણ મા એવા રોટલાને જોઈને આનંદવિભોર થઈ ઊઠે છે. લીંબડીના કવિ ચન્તકાન્ત નિર્મલ કહે છે કે એ રોટલામાં માંવડીને પહેલા આણે આવતી પોતાની દીકરીની તસ્વીર દેખાય છે. તસ્વીરકારે જાણે એક જ તસ્વીરમાં અનેક તસ્વીરોને મઢી દીધી છે ! બાજરાનો રોટલો
 
















નવી મોસમની મીઠી બાજરી, કર્યું દળણું વહેલી પ્રભાત
હળવે હાથે થાબડી ધીરે, મા પકવે એ ધીરે તાપ
કે મીઠો માંનો રોટલો……

હાથે ટીપાતા રોટલામાં, માને કોનો ચહેરો દેખાય
રોટલામાં જોતી મલકે માવડી, કોને જોઈ હરખાય
કે મીઠો માંનો રોટલો……

કાલે મળી’તી પ્રિય સખી એની, જેને કહેતી’તી એ બધી વાત
માના હાથનો રોટલો ખાધા, જાણે જુગજુગની થઈ વાર
કે મીઠો માંનો રોટલો……

ભઈલો ગયો છે તેડવા એને, લાડકડીને પહેલે આણે
સમય થયો આ આવી કે આવશે, વિચારતા મા મલકે અટાણે
કે મીઠો માંનો રોટલો……

........

ઉપર નું લખાણ અમારા એક મિત્ર સથવારા માનીશ ના ફેસબુક પોસ્ટ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - SATHVARA MANISH

મીઠા ટહુકા વાંચો