Powered by Blogger.

કેરી કે તરબૂચ વચ્ચે અટવાયેલો એક મધ્યમવર્ગીય પરિવાર...



રસ્તા માં તરબૂચ દુકાન માં જોઈ...મેં  મારુ એક્ટિવા  બાજુ ઉપર  ઉભું રાખ્યું...અને ત્યાં ગયો

હું વિચારતો હતો...આ સીઝન માં તરબચુ એક વખત પણ મારા પરિવાર માટે નથી લઈ ગયો...
આખર તારીખ હતી...આગળ પગાર માં કેટલું મોડું થશે એ ખબર ન હતી....
પણ સાથે સાથે વિચાર આવ્યો તરબૂચ ની સીઝન જતી રહેશે...તો.પરિવાર તો સમજુ છે..એ કોઈ દિવસ મને નહિ કહે પપ્પા આ વખતે તરબૂચ કેમ ન લાવ્યા  પણ હું આખું વર્ષ મારી જાત ને અપરાધી ગણતો રહીશ

ત્યાં મારી નજર કેરી ની પેટી ઉપર પડી.મેં વિચાર્યું...આ સીઝન ચાલુ થઈ ગઈ કેરી પણ ઘરે નથી લઈ ગયો

કેરી અને તરબૂચ વચ્ચે એક મધ્યમવર્ગીય પરિવાર અટવાયો...તો પણ હિંમત કરી..મેં પૂછ્યું....ભાઈ.કેરી ની.પેટી નો ભાવ શુ છે ?

એ બોલ્યો 900 રૂપિયા..તમારા માટે 850 રૂપિયા..9kg આવશે... એકદમ સાકાર જેવી મીઠી...જુનાગઢ ની...છે  બોલો કેટલી પેટી આપું ?
એ બોલતો રહ્યો અને હું વિચાર માં ખોવાઈ ગયો પાકીટ માં ફક્ત રૂપિયા 2000 છે...રૂપિયા 850 ની પેટી ..ના..ના.. ન લેવાય

હું ધીરે થી બોલ્યો છતાં દુકાનદાર સાંભળી ગયો  એ બોલ્યો કેમ ના..ના કરો છો....

મેં વાત બદલતા કીધું ..કેરી કાચી છે..આ પહેલા લઈ ગયો હતો 10 દિવસે માંડ પાકી હતી....
મન માં તો હું જાણતો હતો..ગયા વર્ષે પેટી લીધી હતી..આ વર્ષે તો હજુ શુકન પણ ક્યાં કર્યું છે...?
પણ આજુબાજુ ઉભેલા માં વટ તો મારવો પડે....

અને આ તરબૂચ નો શુ ભાવ...છે ? મેં કેરી તરફ થી ધ્યાન બીજી તરફ વાળ્યું

20 રૂપિયે કિલો...

હું ખુશ થયો...મન માં બોલ્યો આ આપણા બજેટ માં ફિટ થાય છે એટલે મેં મોટું તરબૂચ ગોત્યુ...
મન માં વિચાર્યું....કાલે રવિવાર છે આજે રાત્રે સમારી ફિજ માં મૂકી દઈશ અને રવિવારે બપોરે બધા આનંદ થી સાથે ખાશું...

દુકાનદાર જોર થી બોલ્યો.. સાહેબ સાત કિલો થાય છે..

હવે તો.કોઈ સાહેબ કહે તો પણ ગાળો આપતો હોય તેવું લાગે છે...અહીં અમને ખબર છે આખર તારીખ માં ટુથ પેસ્ટ ઉપર વેલણ ફેરવિયે છીયે ..બ્લેડ નો પણ કસ છેલ્લા દિવસો માં કાઢવા જતા લોહી લુહાણ થઇ જઇયે છીયે..
અહીં અંડરવેર પણ બહાર ની દોરીએ સુકવાય નહિ તેવી દશા અને દિશા મધ્યમવર્ગ ની થઈ ગઈ છે..
અને આ લોકો સાહેબ..સાહેબ કરી અને આપણી હવા ભરે...છે..

મેં પણ કોલર ઉંચી કરી કીધું. જેટલું થાય એટલું કરી દે...મન માં તો ટોટલ રકમ ગણી લીધી હતી ચલો 140 રૂપિયા માં રવિવાર ઉજવાઇ જશે...

અંદર થી ખુશી સાથે.. હું તરબૂચ લઈ ઘરે પહોંચ્યો..
બાળકો ખુશ થઈ ગયા....

હજુ મારી પત્ની મને ઠડું પાણી આપે છે..ત્યાં મારી નાની દીકરી કહે પપ્પા...સ્કૂલ ની વાન વાળા અંકલ આવ્યા હતા....

મારી પત્ની બોલી..હજુ પપ્પા ને બેસવા તો દે....

હું સમજી ગયો હતો ચાર મહિનાનું વાન નું ભાડું લેવા આવ્યો હશે..હાથ મા પકડેલ ઠંડુ પાણી જાણે ગરમ થઇ ગયું હોય તેવો અનુભવ થયો છતાં પણ હિંમત હાર્યા વગર  મેં કીધું..હવે એ અંકલ આવે તો મારો મોબાઈલ નંબર આપી દેજે હું વાત કરી.લઈશ.

અહીં રોજ સવાર પડે મુસીબતો નું લિસ્ટ સામે હોય. સાંજ પડતાં તો લડતા લડતા થાકી જઇયે..અને સવારે બીજું લિસ્ટ તૈયાર હોય. અહીં મુસીબત સાથે લડતા લોકો શીખી ગયા છે.....હવે કોઈ કોરોના સાથે લડવા ની વાત કરે ત્યારે હસવુ આવે....સાથે કહેવાની ઈચ્છા પણ થાય આવી જા કોરોના તું પણ બાકી ન રહેવો જોઈએ...

શનિવારે  રાત્રે આખો પરિવાર આનંદ સાથે તરબૂચ સમારવા બેઠું...જેવા તરબૂચ ના બે કટકા થયા ત્યાં....
તરબૂચ મધ્યમવર્ગીય પરિવાર ના નસીબ જેવું નીકળ્યું...
સાત કિલો તરબૂચ મા ખાઈ શક્યે તેવો ભાગ માત્ર કિલો પણ નહીં..આખું તરબૂચ સફેદ વચ્ચે નો ખોબા જેવો ભાગ લાલ ખાવા જેવો...

ઘર ના બધા મારી સામે જોવા લાગ્યા...જાણે તરબૂચ મેં બનાવ્યું હોય.....મેં પણ ભગવાન ની સામે જોઈ ધીરે થી કીધું ...હે ભગવાન   સરકાર તો મધ્યમ વર્ગ ની મજાક ઉડાવે છે..હવે તેં પણ ચાલુ કર્યું....?

મારી પત્ની ધીરે થી બોલી દુકાનવાળો છેતરી ગયો...

મેં કીધું...ડાર્લિંગ..આપણે એક તરબૂચ ખરાબ નીકળ્યું તે પણ દુકાનદારે નથી બનાવ્યું ..છતાં એ છેતરી ગયો એમ કહીયે છીયે..
પણ ક્યારેય આ  નેતાઓને આવું કીધું જેઓ ને આપણો કિંમતી મત આપી ચુટીએ છીયે પછી પાંચ વર્ષ સુધી એ લોકો આપણનેેે મૂર્ખ બનાવી છેતરે રાખે છે..

મેં પરિવાર ને હિંમત આપતા કીધું ચિંતા ન કરો કાલે નવું તરબૂચ કપાવી ને આવીશ.....

ત્યાં મારી નાની છોકરી બોલી..પપ્પા તરબૂચ કરતા કેરી જ લઈ આવજો.....હું..તેની સામે જોઈ રહ્યો....તેને કેમ સમજાવવું...કે હવે પુરા બે હજાર રૂપિયા પણ પાકીટ માં નથી...

ત્યાં મારી પત્ની..મારી આબરૂ બચાવવા વચ્ચે બોલી..બેટા આ વખતે કોરોના ના કારણે કેરી આપણે ન ખાવી જોઈએ.

હું ભીની આંખે તરબૂચ સામે જોઈ ઉભો થયો....ખૂણા માં રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ મનમાં બોલ્યો હે ભગવાન કાં તો ભિખારી બનાવ કાં ધનવાન બનાવ..આમ વચ્ચે લટકતો અમને તું ન રાખ. ગાલે તમાચા મારી લાલ મોઢું રાખતા હવે થાક લાગે છે...આ મારી નાની છોકરી ને તું જ હવે જવાબ આપ..... કેરી ખવાય કે ન ખવાય...?

ત્યાં ઓચિંતો ડોર બેલ વાગ્યો....
મેં બારણું ખોલ્યું....એક વ્યક્તિ કેરી ની પેટી લઈ ઉભો હતો...
દવે સાહેબ નું ઘર...

મેં કીધું ભાઈ ગાળો ન આપ

એ બોલ્યો... સાહેબ મેં ક્યાં ગાળો દીધી...

સાહેબ ન કહે બાકી બધું કહે ચાલશે.. બોલ શુ હતું.

આ કેરીની પેટી....આ પરચી માં સિગ્નનેચર કરો...

મેં જોયું..તો અમારી સ્ટાફ ની ક્રેડિટ સોસાયટી એ આ વખતે વ્યાજ ને બદલે બે કેરી ની પેટી મોકલી હતી....

ખૂણા માં રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ  હું બોલ્યો...સાચું બોલજે..મુરલીધર આ પેટી તેં જ મોકલી છે.....

ઘર માં. આનંદ છવાઈ ગયો...ત્યાં મારી નાની છોકરી બોલી પણ પપ્પા કેરી તો ન ખવાય  એવું મમ્મી હમણાં કહેતી હતી...

મેં તેના માથે હાથ ફેરવી કીધું..બેટા આ સ્પેશ્યલ દવા છાંટી તારા માટે જ મંગાવી છે...

હું અને મારી પત્નિ ભગવાન ની મૂર્તિ સામે ભીની આંખે જોઈ બોલ્યા પ્રભુ આ મધ્યમવર્ગ જીવે છે ફક્ત તારા ભરોસે ...અમારી શ્રદ્ધા ડગી જાય તેવું વાતવરણ ઉભી થઇ રહ્યું છે.....

મેં સ્માઈલ આપતા કીધું હે પ્રભુ હવે તારી કસોટી છે..
જોઈએ તું જીતે છે કે અમે હારીયે છીયે....

ચોપાટ માંડી છે તારણહાર તે...
હારીશ નહીં થાકિશ જરૂર
ફેંકવા એમ ફેક્જે પાસા
દાવ મારો પણ બાકી છે
હારવા રમ્યો નથી જીત મારી પાકી છે
આજ ભલે પડે અવળા પાસા મારા
કાલ તો હજી મારી બાકી છે....

જય શ્રી કૃષ્ણ।

- એક પરમ મિત્ર દ્વારા વોટ્સએપ પર મોકલાવેલો મેસેજ 

"કાંચ ની બરણી ને બે કપ ચા" - એક બોધ કથા


જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય, બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના 24 કલ્લાક પણ ઓછા લાગવા લાગે ત્યારે આ બોધ કથા "કાંચ ની બરણી ને બે કપ ચા" ચોક્કસ યાદ આવવી જોય

દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે.

એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાંચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસ ના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા, પછી એમણે વિદ્યાર્થીઓ ને પૂછ્યું "શું આ બરણી ભરાઈ ગઈ છે?" "હા" નો આવાજ આવ્યો.

પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાય ગ્યા, ફરી એક વાર સાહેબે પૂછ્યું "શું હવે આ બરણી ભરાઈ ગઈ છે?"  વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી હા કહ્યું. 

હવે સાહેબે રેતીની થેલી માંથી ધીરે-ધીરે તે બરણી માં રેતી ભરવાનું શરૂ કર્યુ, રેતી પણ બરણીમાં જ્યાં સમાઈ શકતી હતી ત્યાં સમાઈ ગઈ. એ જોઈ વિદ્યાર્થીઓ પોતાના બંને જવાબ પર હસવા માંડ્યા, ફરી સાહેબે પૂછ્યું "કેમ? હવે તો આ બરણી પૂરી ભરાઈ ગઈ છે ને?" "હા!! હવે તો પૂરી ભરાઈ ગઈ." બધા વિદ્યાર્થીઓએ એક સ્વરમાં કહ્યું.

હવે સાહેબે ટેબલ નીચે થી ચા ના ભરેલા બે કપ બરણીમાં ઠાલવ્યા, ને ચા પણ બરણીમાં રહેલી રેતીમાં શોષાય ગઈ. એ જોઈ વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઇ ગયા.

હવે સાહેબે ગંભીર અવાજમાં સમજાવાનું શરુ કર્યું.
કાંચ ની બરણી ને તમે તમારું જીવન સમજો,
ટેબલ ટેનીસ ના દડા સવથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે ભગવાન, પરિવાર, માતા-પિતા, દીકરા-દીકરી, મિત્રો, સ્વાસ્થ્ય અને શોખ છે,
નાના-નાના કાંકરા  એટલે કે તમારી નોકરી-વ્યવસાય, ગાડી, મોટું ઘર વગેરે છે અને 
રેતી એટલે કે નાની નાની બેકાર ની વાતો, મતભેદો, ઝગડા છે.
જો તમે તમારી જીવન રૂપી બરણી માં સર્વ પ્રથમ રેતી ભરી હોત તો તેમાં ટેબલ ટેનીસ ના દડા ને નાના-નાના કાંકરા ભરવાની જગ્યાજ ન રેત, ને જો નાના-નાના કાંકરા ભર્યા હોત તો દડા ન ભરી શક્યા હોત, રેતી તો જરૂર ભરી શકતા.

બસ આજ વાત આપણા જીવન પર લાગુ પડે છે.
જો તમે નાની નાની વાતો ને વ્યર્થના મતભેદ કે ઝગડા માં પડ્યા રહો ને તમારી શક્તિ એમાં નષ્ટ કરશો તો તમારી પાસે મોટી મોટી અને જીવન જરૂરીયાત અથવા તમારી ઇચ્છિત વસ્તુ કે વાતો માટે સમય ફાળવીજ ન શકો. તમારા મન ના સુખ માટે શું જરૂરી છે તે તમારે નક્કી કરવાનું છે, ટેબલ ટેનીસ ના દડાની ફિકર કરો, એજ મહત્વપૂર્ણ છે, પહેલા નક્કી કરીલો કે શું જરૂરી છે? બાકી બધી તો રેતી જ છે.

વિદ્યાર્થીઓ ધ્યાન પૂર્વક સાંભળી રહ્યા હતા ને અચાનક એકે પૂછ્યું, સાહેબ પણ તમે એક વાત તો કહીજ નહિ કે "ચા ના ભરેલા બે કપ" શું છે? સાહેબ હાસ્ય અને કહ્યું "હું એજ વિચારું છું કે હજી સુધી કોઈએ આ વાત કેમ ના પૂછી" એનો જવાબ એ છે કે, જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ મિત્ર સાથે "બે કપ ચા" પીવાની જગ્યા હંમેશા હોવી જોઈએ.

(પોતાના ખાસ મિત્રો અને નજીક ના વ્યક્તિઓ ને આ મેસેજ તરત મોકલો, મેં હમણાં મોકલી દીધા છે.)

આંધળો પાટો (રમત કે હકીકત?)


મિત્રો અહી કોઈ વાર્તા નથી,
આંધળો પાટો એક રમત હતી જે લગભગ જૂની પીઢીના બધા લોકો પોતાના બાળપણ માં રમી ચુક્યા હશે
આજે એજ રમત જાણે હકીકત નું રૂપ લઇ ચુક્યું છે...

જો તમે હજી સમજી નાં શક્ય હોય તો નીચેનો વીડિઓ જોઈને ખ્યાલ આવી જશે... 


જો પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો...

બીજાને ખુશ કરવા, એ સૌથી મોટુ સુખ છે



બે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં..

એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.

રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.

આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા. તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..

દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી…

“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્રશ્ય નજરે ચડે છે…” પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.

એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.

આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા….

એક દિવસ સવારે, નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.

નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.

બારી પાસેનો પલંગ ખાલી પડયો!

થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.

હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?

બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!

નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!”

ઉપસંહાર:
બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી

અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!”

આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “PRESENT” કહેવાય છે.

મિત્રો સાથે શેર કરો… તમે પણ ઓછામાં ઓછું એક જીવન તો બદલી જ શકો છો!

જોઈન કરો  " હા-અમે ગુજરાતી "

ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા

એકદમ હૃદયસ્પર્શી....!
===============



એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.

એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’
‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને ?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’
‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.

હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?’
‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.
‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’

ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા.

પ્રસંશક બનવું સૌથી અઘરું છે.



બે ભાઈઓ હતા. બંનેની પોતાની કંપની હતી. બંનેમાં એકસરખો જ મેનપાવર અને એક સરખી જ સાધનસામગ્રી હતી છતાં એક ભાઈની કંપની સરસ ચાલતી હતી અને બીજા ભાઈની કંપની નબળી ચાલતી હતી. પેલા ભાઈને સમજાતું જ ન હતું કે આખરે ખામી ક્યાં છે? એક દિવસ તેને થયું કે મારા ભાઈને જ પૂછી જોઉં કે તારી સફળતાનું કારણ શું છે? તેણે પૂછયું કે આપણા બંને પાસે બધું જ સરખું હોવા છતાં હું કેમ નિષ્ફળ જાઉં છું ? ત્યારે બીજા ભાઈએ સરસ વાત કરી. તેણે કહ્યું કે માત્ર એક જ અને નાનકડો જ તફાવત છે. તારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં તું ખામી જ શોધે છે અને મારે ત્યાં જે લોકો કામ કરે છે એનામાં હું ખૂબી જ શોધું છું. હું માણસની ખામીઓની દરકાર જ નથી કરતો પણ તેનામાં ખૂબી શું છે એ શોધીને એને જ એનકરેજ કરું છે. તું ખામીઓ શોધવાનું બંધ કરી દે અને માણસની ખૂબીઓને શોધી કાઢ, પછી જો, લોકો કેવું પરિણામ આપે છે

દુનિયામાં સૌથી સહેલું જો કોઈ કામ હોય તો એ માણસની ખામી શોધવાનું છે. ખામી, ભૂલ, મર્યાદા, પ્રોબ્લેમ, શોધવાની માણસને સૌથી વધુ મજા આવતી હોય છે. ક્રિટિક બનવું બહુ સહેલું છે. પ્રસંશક બનવું સૌથી અઘરું છે.

~~- કૃષ્ણકાંત ઉનડકટ.

માણસ બનો


ઉનાળાના ધોમધખતા તાપ માં એક મજુર શહેરની ગલીઓમાં તરસતો ભટકતો હતો. ખાસ્સા રઝળપાટ પછી તેને હવેલી ની બહાર એક શેઠ ને ઉભેલા જોયા. શેઠને ઉભેલા જોઇને તેને કાકલુદી ભર્યા સ્વરે કહ્યું "શેઠ, પાણી આપોને ખુબ તરસ લાગી છે."

શેઠે કહ્યું "હમણાં માણસ આવશે એ તને પાણી આપશે."

ઘણીવાર થઇ, માણસ આવ્યો નહિ. મજુર માટે તરસ અસહ્ય બની એણે ફરી શેઠ ને વિનંતી કરી "શેઠ, પાણી આપોને..."

શેઠે ઉગ્ર અવાજે કહ્યું "માણસ આવે એટલે આપશે કહ્યું ને."

મજૂરે ફરી રાહ જોઈ પણ માણસ આવ્યો નહિ મજૂરે ફરી શેઠ ને આજીજી કરી. આ વખતે શેઠ વધુ ઉગ્ર થઈને બોલ્યા "તને ક્યારનો કહું છું તો સમજ નથી પડતી કે માણસ આવશે તે પાણી આપશે"

તરસ થી વ્યાકુળ બનેલા મજુર થી બોલાઈ ગયું "શેઠ થોડીવાર માટે તમે જ માણસ બની જાવને !!! "

મિત્રો, ક્યારેક તમે બીજાની તરસ છીપાવશો તો ભગવાન જરૂરથી તમારી તરસ પણ છીપાવશે...!!!

Join Us "હા-અમે ગુજરાતી"

ગર્ભમાં રહેલી દીકરીની વ્યથા...

(દીકરી ની વ્યાખ્યા: બોલતા આવડે એ પહેલા બધું જ ઈશારા માં સમજાવે અને બોલતા આવડી જાય પછી બધું ઈશારા માં સમજાવી દે .... એટલે દિકરી . સમજણ ની summary એટલે દિકરી . ઈશ્વર સુધી પહોચવા માટે તત્કાલ માં કરાવેલું reservation એટલે દિકરી . મંદિર સુધી લઇ જતો ટૂંકા માં ટૂંકો રસ્તો એટલે દિકરી . વર્ષો પહેલા સમજણ નામ નું કોઈ બીજ રોપ્યું હોય અને એમાં થી વૃક્ષ થાય , એ વૃક્ષ નું નામ દિકરી . વૃક્ષ ની વાત છોડો, ડાબા ખિસ્સા માં વસંત રાખ્યા નો અહેસાસ થાય , એ અહેસાસ નું નામ દિકરી . દિકરી આંસુઓ લૂછે ત્યારે સાલું એવું લાગે કે ચોમાસું રૂમાલ લઇ ને આવે !!!!)
ગર્ભમાં રહેલી દીકરીની વ્યથા..

મા મને એક અવસર તો આપ...!!!!

તારા ખોળામાં માથું નાખીને સુવાનો મારા નાના હાથથી તારા ચોટલા ને ગુંથવાનો... સુતેલા મારા પપ્પાના માથામાં હાથ ફેરવવાનો એમના તમામ દુ:ખોમાં સહભાગી થવાનો મારે પણ જીવવુ છે મા મને એક અવસર તો આપ..!!!
નહીં કરુ હું જીદ કોઇ ચીજ માટે મારી બધીજ વસ્તુઓ આપી દઇશ ભૈયા માટે આકાશના તારા તોડી લાવીશ તારા માટે નિર્દયી ના થા મારા માટે મારે પણ જીવવુ છે મા, મને એક અવસર તો આપ..!!!

મારા કીલકીલાટથી તારું ઘર ભરી દઇશ આખી દુનિયામાં રોશન પપ્પાનું નામ કરી દઇશ પપ્પાનુ ટીફીન આપવા ઓફીસે હું જઇશ થોડુ ખાઇ ને પણ હું જીવી લઇશ તારું કહેવુ કરીશ અને તું કહે તેમ રહીશ મારા મમ્મી પપ્પા દુનિયાના બેસ્ટ મમ્મી-પપ્પા છે એવું હું બધાને કહીશ. નિર્દયી નહિ થા માં મારે પણ જીવવુ છે મને એક અવસર તો આપ..!!!

પપ્પા નો સહારો થઇશ હું તું થાકે ત્યારે તારું માથું દાબી દઇશ હું... તારા પર આવેલી હર મુસીબત સહીશ હું પપ્પાનો દીકરો બનીને રહીશ હું... નિર્દયી નહિ થા માં મારે પણ જીવવુ છે મને એક અવસર તો આપ..!!!

ના પાડી દે ડોક્ટરને મને કાતરથી ના મારે પપ્પાને કહી દે ને મમ્મી એ ડોક્ટર ને મારે તારા ખોળામાં તો મને નિરાંતે સુવા દે.... હુ મસ્તી નહીં કરું મમ્મી મને દુનિયા તો જોવા દે..?

નિર્દયી નહિ થા મા મારે પણ જીવવું છે મને એક અવસર તો આપ..!!!

નહીં..... બચાવો...પપ્પા.....!!!! બચાવો મને..... મમ્મી બચાવ મને આ ડોક્ટર અંકલ મને મારે છે...!!! નહીં....પપ્પા બચાવો....નહી....નહી....

માં ને મનીઓર્ડર મોકલી દીધો છે...


મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !!

.. પાકીટમાં શું હતું .. .. ?? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !!

.. એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે : "મારી નોકરી છુટી ગઈ છે, એટલે હવે હું તમને પૈસા નહિ મોકલી શકું .. .. !!"

૩ દિવસથી તે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં જ પડ્યો હતો .. !! પોસ્ટ કરવાનું મન જ નહોતું થઇ રહ્યું .. .. !! :'(

.. એમ પણ ૧૫૦ રૂપિયા કઈ મોટી રકમ તો નથી હોતી. પણ જેની નોકરી છૂટી ગઈ હોય ને, એના માટે તો ૧૫૦ રૂપિયા પણ ૧૫૦૦ થી ઓછા નથી હોતા .. .. !

.. આ વાતને અમુક દિવસ વીતી ગયા. માં નો પત્ર મળ્યો. હું સહેમી ગયો .. .. જરૂર માં એ પૈસા મોકલાવવા માટે લખ્યું હશે .. !! પણ પત્ર વાંચીને હું શોક થઇ ગયો .. .. !!

માં એ લખ્યું હતું : "બેટા, તારો ૫૦૦ રૂપિયાનો મોકલેલો મનીઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો સારો છે, પૈસા મોકલવામાં ક્યારેય લાપરવાહી નથી કરતો .. .. !"

હું એ વિચારમાં પડી ગયો કે આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે .. .. ??

એના અમુક દિવસ પછી .. .. એક બીજો પત્ર મળ્યો .. !! એકદમ ગળબળિયા અક્ષરોમાં લખાયેલો, માંડ-માંડ હું એને વાચી શક્યો .. !!

એમાં લખ્યું હતું કે : "ભાઈ, ૧૫૦ રૂપિયા તારી તરફથી અને ૩૫૦ રૂપિયા મારી તરફથી મેળવીને, મેં તારી માં ને ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલી દીધો છે .. .. !! ફિકર નહિ કરતો દોસ્ત, માં તો બધાયની એક જેવીજ હોય છે ને .. .. ?? એ કેમ દુખી રહે .. .. ??"

તારો અજાણ્યો મિત્ર - પાકીટચોર ભાઈ .. .. !!

સમિક્ષા : માણસ ચાહે કેટલો પણ બુરો કેમ ના હોય પણ 'માં' ના માટેની ભાવના બધાની એક જેવી જ હોય છે. સાચું કે નહિ .. .. ?? ♥ღ•٠

વાંચકોને વિનંતી કે: જો તમને વાર્તા જરાપણ ગમી હોય તો ફેસબુક, ટ્વીટર કે ગુગલ પ્લસ ના માધ્યમથી શેર કરી અને કમેન્ટ કરી આભારી કરોશોજી.

ગરીબી એટલે?


એક દી એક ધનિષ્ઠ બાપ પોતાના ચૌદ વર્ષના દીકરાને ગરીબી કોને કહેવાય અને ગરીબ માણસ કેવીરીતે જીવેછે તે બતાવવા એક ગામ માં ગરીબને ઘેર લઇ ગયો ને એક આખો દિવસ ત્યાં ગુજાર્યો, બીજે દિવસે બાપે એના છોકરાને ઘેર લઇ જતી વખતે કહ્યું કે તે જોયું કે ગરીબ માણસ પોતાની જીંદગી કેવી રીતે વિતાવે છે? અને એ જોઈ તું શું શિખ્યો?

એટલે છોકરાએ જવાબ આપ્યો કે 
આપણી પાસે એક કુતરો છે ને જેને આપણે પટ્ટાથી બાંધી રાખીએ છીએ જેથી એ બીજા ને કરડી ના લે,
એમની પાસે ચાર કુતરા ને બે નાના બચ્ચા છે ને તે પણ છુટા, અને એમના એક અવાજમાં તે શાંત બેસી જાય છે અને એ સિવાય એક ગાય, એક વાછડી, એક બકરી, બે બિલાડી, ચાર કબુતર અને ત્રણ ખિસકોલી છે.

આપણી પાસે ન્હાવા માટે બાથરૂમ માં ટબ અને આંગણામાં સ્વીમીંગપુલ છે, જેમાં મહીને એક વાર પાણી બદલવું પડે છે,
એમની પાસે કુદરતી નદી છે ને જેનું પાણી રોજ બદલાતું રહે છે.

અપણા આંગણામાં બે ઝાડ ને બે ફૂલ છોડ છે,
એમના આંગણામાં પાંચ ઝાડ છે તેમાં બે કેરીના, એક બદામનું, એક જાંબુનું ને એક લીમડાનું છે અને અગિયાર ફૂલછોડ છે જેમાં બે જાસવંતિના, એક ગુલાબનું, બે રાતરાણી ને છ ઝંડુ ના, એમ છતાં તેઓ તુલસીની પૂજા કરતા હતા જે નાતો ફળ આપતુતું નાતો ફૂલ.

આપણા ઘરમાં રમવા માટે એક નાનું ટેરસ છે
એમના ઘરનું આંગણું ખુબજ મોટું છે.

આપણા ઘરમાં રાત્રે સુતી વખતે એક નાનો લેમ્પ ચાલુ હોય છે ને ઉપર પંખો દેખાય છે,
એમના ઘરમાં રાત્રે ચાંદની પ્રસરે છે ને તારાઓ ટમટમે છે.

આપણી રક્ષા માટે ચાર દીવાલો છે,
એમની રક્ષા માટે એમના મિત્રો ને પડોસીઓ છે.

આપણી પાસે એન્સાઇક્લોપીડીયા છે,
એમની પાસે શ્રીમદ ભાગવત ગીતા છે.

આપણે આપણો ખોરાક ખરીદી કરીને લાવીએ છીએ,
તેઓ પોતાનો ખોરાક જાતે ઉગાવે છે.

આપણા મોટા ઘર માં આપણે ફક્ત ત્રણ જણા છી. મમ્મી, તમે ને હું.
એમના નાના ઘરમાં એમના બા-બાપુજી, મમ્મી-પપ્પા, કાકા કાકી, ફઈ ને ભાઈ-બહેન બધા જ છે.

"હું ખરેખર તમરો આભારી છું કે તમે મને બત્વ્યું કે આપણે કેટલા ગરીબ છીએ."

વાંચકોને વિનંતી કે: જો તમને વાર્તા જરાપણ ગમી હોય તો ફેસબુક, ટ્વીટર કે ગુગલ પ્લસ ના માધ્યમથી શેર કરી આભારી કરોશોજી.

"સગી માં તો જુઠાબોલી હતી"



આઠ દસ વરસના દીકરાની મા મરી જાય છે!! ગામમાં કોઇએ પૂછ્યું કે,
"દીકરા ! તારી આ નવી મા અને મૃત્યુ પામેલી માં વચ્ચે શું તફાવત લાગ્યો?"

ત્યારે આ ગામડાનો દીકરો જવાબ દીધો કે "મારી જે સગી મા હતી એ જુઠાબોલી હતી અને આ નવી મા સાચાબોલી છે"

આ સાંભળી ગામલોકો આશ્ચર્યચકિત થઇને પૂછે છે કે "કેમ બેટા? જેની કૂખે તૂં જનમ્યો છે એને તૂં જુઠાબોલી કહે છે? અને જે કાલે આવી છે એને સાચાબોલી? કારણ?"

ગામડાનો આ ભોળો દીકરો જવાબ દે છે કે,"જયારે હુ મસ્તી કરતો ત્યારે મારી માં મને કે'તી હતી કે,દીકરા જો તૂં આમ મસ્તી કરીશ તો તને જમવાનું નહીં દઉં! છતાં ય હું તોફાન કરતો અને એ જ મા વાળાટાણું થાતાં,રોઢાટાણું થાતાં,આંખ્યે નેજવું કરી, મને ગામમાંથી ગોતી લાવી, પરાણે મોંમાં કોળિયા દઇ ખવરાવતી!

આ નવી મા કહે છે કે તોફાન કરીશ તો ખાવાનું નહીં દઉં! અને હું તોફાન કરું તો ખરેખર ! મને ત્રણ દિ' સુધી જમવાનું નથી દેતી !";-(;-(

-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

એક દુધનો ગ્લાસ


એક ગરીબ છોકરો હતો તેનું નામ હરીશ હતું જે પોતાના ભણવાના ખર્ચ માટે ઘરે ઘરે જઈને ચીજો વેચતો હતો. એક દિવસ એની પાસે કઈ પૈસા ન બચ્યા અને એ ભૂખ્યો પણ હતો. એણે નક્કી કર્યું કે એ સામે ના ઘરે જઈ કૈંક ખાવાનું માંગશે, હરીશ સામેના ઘરે જઈ દરવાજો ખખડાવ્યો એટલે એક સુંદર અને રૂપાળી સ્ત્રીએ દરવાજો ઉઘાડ્યો. એ સુંદર સ્ત્રીને જોતાજ હરીશ હિચખીચાવા લાગ્યો અને ખાવાના બદલે પીવામાંટે પાણી ની માંગણી કરી.

પેલી સુંદર સ્ત્રી ને તરત દેખાયું કે આ છોકરો ભૂખ્યો લાગે છે એટલે એણે એક મોટો ગ્લાસ ભરી દૂધ લાવી હરીશને પીવા કહ્યું. હરીશતો ભૂખ્યોજ હતો એટલે એણે ધીમે ધીમે કરી આખો ગ્લાસ ખાલી કરી દીધો અને પછી સ્ત્રીને પૂછ્યું "આ દુધના ગ્લાસ માટે હું તમને શું આપું?", સ્ત્રી સ્મિત સાથે બોલી "તારે આના માટે કઈ આપવાની જરૂર નથી અને એમ પણ કોઈનાપર જો આપણે દયા કરીએ તો એના બદલામાં કંઈ લેવું ન જોઈએ." હરીશે પણ તહેદિલ થી આભાર માન્યો અને ત્યાંથી જતો રહ્યો. હરીશ પોતાને ફક્ત શારીરિક સ્વસ્થ નહિ પણ ઈશ્વર ની દયાદ્રીષ્ટિ છે એમ પણ સમજી ગયો. એ લોકોની મદદ પણ કરવા લાગ્યો.

અમુક વર્ષો પછી પેલી સુંદર સ્ત્રી બીમાર રહેવા લાગી, ગામ નો ડોક્ટર ચકિત થઇ ગયો કે આને કોઈ દવાની અસર કેમ નથી થતી. એટલે ડોકટરે તેને મોટા શહેરના સ્પેશ્યાલીસ્ટ પાસે બીમારી નો ઈલાજ કરાવવા મોકલી. તે સ્પેશ્યાલીસ્ટ એટલે ડોક્ટર હરીશ. જયારે હરીશેને ગામનું નામ ખબર પડી એટલે એની આંખમાં અજાણ્યું હેત આવી ગયું અને તરત જ પોતાનો ડોક્ટર વાળો ગાઉન પહેરી પેલી સ્ત્રીને જોવા નીચે વેઈટીંગ એરિયા માં ગયો ને ખાતરી કરી કે એ એજ સ્ત્રી હતી કે નહિ.

એ પહેલી નજરમાજ એ સ્ત્રીને ઓળખી ગયો, એ પાછો પોતાની કેબીન માં ચાલ્યો ગયો અને પોતાથી બની શકે તે પ્રયત્નો કરી એ સ્ત્રીનો ઈલાજ કરવાનું નક્કી કર્યું. એ દિવસથી તેણે લાંબા ગાળા સુથી પોતાનું પૂર્ણ ધ્યાન તે સ્ત્રીના ઇલાજમાં પોરવી એને સ્વસ્થ અને રોગમુક્ત કરી. ડોક્ટર હરીશે એ સ્ત્રીનું હોસ્પિટલ નું બીલ પોતાની મંજુરી માટે પોતાની પાસે મગાવ્યું. હરીશે બીલ જોઈ એના પર કંઈક લખી એ બીલ પેલી સ્ત્રીના રૂમ માં મોકલાવી દીધું.

એ સ્ત્રી ને થયું કે ઘણો ખર્ચો થયો હશે એટલે એણે વિચાર્યું હવે બાકીની જિંદગી આ બીલ ચુકવવામાં જશે. છેવટે એણે બીલ જોયું તો એમાં લખ્યું હતું કે "એક દુધના ગ્લાસથી બીલ પૂર્ણ ચૂકતે - હસ્તાક્ષર ડોક્ટર હરીશ"
સ્ત્રીની આંખો ભરાઈ આવી ને હૃદય થી સ્મિત છલકાયું.

-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.
ઉપર નું લખાણ એક ફેસબુક ગ્રુપ ની પોસ્ટ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - I Can't Believe It


એક વીડિઓ મળેલો છે એટલે પોસ્ટ ફરીથી અપડેટ કરું છું...

દીકરી હરહંમેશ વહાલનો દરિયો હોય !!!

એક અદ્ભુત પણ સરસ ઉદાહરણ રજુ કરું છું કે જે થી દીકરી ના વ્હાલના દરિયાનું એક મોજું પગ પર ગલગલીયા કરી જાય એવું અનુભવાશે.





સોરાષ્ટ્રના એક ધાર્મિક જગ્યાએ રોડ પર દીકરીના પિતા મરી જતા, આંખોથી ટપકતા આંસુ સાથે, જતી ગાડીને હાથ કરીને ઉભી રાખે છે. જેમાં એક માણસે પોતાની ફિયાટ ગાડી ઉભી રાખી અને ઉતરીને પૂછ્યું કે શું થયું છે.

રડતા રડતા દીકરી એ જવાબ આપ્યો કે મારા પિતાજીનું અવશાન થઇ ગયું છે. અમને અમારા ઘરે મૂકી આવો તો સારું. સમજદાર માણસે તેની ગાડીમાં પાછળ બેસાડ્યા એ સમયે દીકરી મોતને ભેટેલા પિતાના માથા પર હાથ ફેરવતી હતી. એ ગામ ગયા ત્યારે ઘરને તાળું લાગેલું હતું. મુકવા આવેલા માણસને ચાવી લઇ આવું કહી દીકરી ત્યાંથી નીકળી ગઈ. થોડા સમય પછી ગામને ઘટનાની વિગત મળતા આવીને મૃતદેહ બહાર કાઢ્યો.

તેમ છતાં ગાડીવાળા માણસ ઉભા રહ્યા હતા. ગામના એક વડીલ માણસે પૂછ્યું "આપ કેમ ઉભા છો?" તેમણે જવાબ આપ્યો કે "મોતને ભેટેલા માણસની દીકરીને છેલ્લે મળીને તેને નમન કરીને જાઉં." વડીલે આશ્ચર્ય થી પુછ્યું "કોણ દીકરી?" આ માણસે જવાબ આપ્યો કે "મારી સાથે રોડ પર રહીને ઘરના આંગણા સુધી ગાડીમાં બેસીને આવી હતી તેની વાત કરું છું." ફરીથી વડીલે પુછ્યું "જોતા ઓળખી જાવ?" આ માણસે જણાવ્યું કે "હા, ઓળખુને!!" આખરે તેના ઘરમાં લઇ આવ્યા અને દીવાલ પર દીકરીનો ફોટો હતો એ બતાવીને પૂછ્યું કે "આ દીકરી હતી?" ગાડીવાળા માણસે જણાવી દીધું કે "આ દીકરીએ મને ઉભી રાખીને ઘર સુધી મૂકી ગયી હતી."
ગામના વડીલે આ શખ્સને જણાવ્યું કે "આ દીકરી મરી એને ત્રણ વર્ષ થઇ ગયા છે."

આ ગાડીવાળા માણસને એમ થયું કે પોતાના પિતાને કઈ થાય તો દીકરી કોઈ પણ રૂપમાં આવતી હોય છે. તેથી કહેવાયું છે કે "દીકરી હરહંમેશ વહાલનો દરિયો હોય!!!"

-ઉપર નો લેખ અમારા એક મિત્ર ડૉ.નાનકડી તોફાની એન્જલ (Pali) એ એમના ફેસબુક માં શેર કરેલું છે.
આ લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.

મારું જામનગર!!!



નામ ભલે જામનગર હોઈ પણ મુંબઈ જેવી પહેચાન છે.
એક ઇન્દિરા રોડ, બીજો નહેરુ રોડ, અને ત્રીજો સાત રસ્તા રોડ અમારી જાન છે.
રણજીત સાગર ડેમ અમારી સાન છે,
જોગેર્સ પાર્ક તો પ્રેમી પંખીડા નું ધામ છે,
મનમોજી ના ગોલા, મારાજ ના ગાઠીયા નું નામ છે.
મયુરી ના ભજીયા, ગીગા ભાઈ ની ભેલ ની તો અલગ જ વાત છે.
લખોટા તળાવ તો રવિવાર ની સાંજ છે.
જૈન વિજય ની કચોરી અને પટેલ ના પેંડા એક વાર ખાતા જાવ અને કેતા જાવ કે
જામનગર જેવું બીજું ક્યાં ધામ છે...:)

ઉપર નું લખાણ એક ફેસબુક ગ્રુપ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - Happy Club

ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

કાચબો અને સસલું - ચાર પ્રકરણ (4 version)

મિત્રો નાનપણ માં લગભગ આપણે બધાએ કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી અથવાતો વાચેલી છે.
અહી એના ચાર પ્રકરણ રજુ કરું છું



કાચબો અને સસલું - પ્રકરણ પહેલું (Version 1)

એકવખત એક સસલાએ કાચબા જોડે શરત મૂકી કે કોણ પહેલા પોચે.
કાચબો સમજી ગયો કે એ મને નીચો દેખાડવા માંગે છે. છતાં કાચબાએ શરત સ્વીકારી.
બીજે દિવસે સ્પર્ધા શરુ થઇ, એટલે કાચબો ચાલવા માંડ્યો ને સસલું તો ભાગી ને આગળ નીકળી ગયો, અડધે પોચી સસલાને વિચાર આયવો કે આ કાચબો મારાથી તો આગળ જઈ નહિ શકે, તો શા માટે હું ભાગીને આગળ જાવ, અહી કાચબાની રાહ જોઈ થોડો આરામ પણ કરી લવ. એટલું વિચારી સસલો એક ઝાડ નીચે આરામ થી બેસી ગયો, થોડી વાર થઇ ત્યાં કાચબો ત્યાં પહોચ્યો અને એણે જોયું કે સસલો તો સુઈ ગયો છે એટલે એણે આગળ જવાનું ચાલુ રાખ્યું ને સસલાને સુવાજ દીધો.

સસલો સુતો રહ્યો એટલામાં કાચબો પહોચીને જીતીગયો, બધા લોકો ખુશ થયા ને તાળીઓ પાડવા માંડ્યા, તાળી નો આવાજ સાંભળી સસલો ઉઠી ગયો ને ભાગવા માંડ્યો, એટલે ખબર પડી કે કાચબો તો જીતી ગયો.
મોઢું નાનું થઇ ગયું ને બધું અભિમાન ઉતરી ગયું.

બોધપાઠ:
કાચબો આપણે શિખવે છે કે પોતાનું કાર્ય એકજ ધ્યેય થી અને આળસ કર્યા વગર કરવું જોઈએ.
સસલું આપણે શિખવે છે કે કદીએ પોતાના ચઢીયાતા હોવાનું અભિમાન ન કરવું જોઈએ.

કાચબો અને સસલું - પ્રકરણ બીજું  (Version 2)

કાચબા સાથે સ્પર્ધા હારી ને સસલાને અક્કલ આવી ગયી કે અભિમાન અને આળસ ને કારણે મારે હાર નું મો જોવું પડ્યું, હવે કૈંક એવું કરું કે હુંજ જીતું. એટલે સસલાએ ફરી કાચબાને સ્પર્ધા માટે કહ્યું. કાચબો જાણી ગયો કે આ મને હરાવવાજ માગે છે. હું તો આનાથી જીતી નહિ શકું એમાં એકવાર તો જીતી ગયો એટલે બિચારા સસલાનો પચકો થઇ ગયો એટલે આવખતે જીતી એ પોતાનું માન પાછુ મેળવવા માગે છે અને બધા જાણે જ છે કે મારાથી જીતાશે તો નહિ એટલે લોકો ના માટે હું તો હારવાનો છુંજ નહિ.

બીજે દિવસે સ્પર્ધા શરુ થઇ, એટલે કાચબો ચાલવા માંડ્યો ને સસલો પણ પોતાની સાધારણ જડપથી દોડવા લાગ્યો, આવખતે સસલો સાવચેતી થી સ્પર્ધા જીતી ગયો. અને જીતીને અભિમાન નું ફણગું ફૂટવા માંડ્યું.

બોધપાઠ:
કાચબો આપણે શિખવે છે કે ફળ ની ચિંતા ના કરવી જોઈએ.
સસલું આપણે શિખવે છે કે કદીએ પોતાની જીતનું અભિમાન ન કરવું જોઈએ.

કાચબો અને સસલું - પ્રકરણ ત્રીજું  (Version 3)

સસલાનું અભિમાન જોઈ કાચબાને થયું કે ચાલો આપણે આનું અભિમાન ઉતારીએ એટલે કાચબાએ સસલાને ફરી સ્પર્ધા કરવા કહ્યું, સસલો તો તરતજ માની ગયો, પણ કાચબાએ એક શરત રાખી,
એણે રસ્તો બદલાવવા કહ્યું અને રસ્તો એવો રાખ્યો કે મંજિલ પર પહોચવા નદીને ફરીને જવું પડે.

સસલો તો માની ગયો ને બીજે દિવસે સ્પર્ધા શરૂ થઇ. સસલો તો આરામ થી ચાલવા લાગ્યો, એને થયું કે નદીને ફરીને જવાનું છે એટલે રસ્તો લાંબો છે એટલે કાચબો તો આજે પોચીજ નહિ શકે. પણ કાચબો તો નદીમાં ઉતરી ગયો અને તરીને પેલીપાર પોતાની મંજિલે પોચી સ્પર્ધા જીતી ગયો. સસલાને તરતા આવડે નહિ એટલે નદીને ફરીને પોચ્યો પણ લાંબો રસ્તો હોવાને લીધે હારી ગયો.

બોધપાઠ:
કાચબો આપણે શિખવે છે કે બધા માટે મુશ્કેલી એક સરખી નથી હોતી.
સસલું આપણે શિખવે છે કે વધારે પડતા અભીમાનમાં ક્યારેક ભાન ભૂલાય જાય છે.

કાચબો અને સસલું - પ્રકરણ ચોથું  (Version 4)

સસલાને વાત સમજાય ગઈ હતી એટલે એણે કાચબાને ફરી એક વાર સ્પર્ધા કરવા કહયું, અને રસ્તો થોડો લાંબો અને એમાં પણ વચ્ચે નદી આવે એવો રાખ્યો, કાચબાને કઈ સમજાણું નહિ પણ કાચબાએ સ્પર્ધા માટે હા પડી દીધી કેમકે કાચબો તો જાણતોજ હતો કે કોઈપણ સંજોગોમાં સસલોતો ચઢિયાતો છે. એમ છતાં એનાથી બે વાર જીતીને કાચબો ખુશ હતો.

બીજે દિવસે સ્પર્ધા શરૂ થઇ ને બંને ચાલવા માંડ્યા, આ વખતે સસલાનું ચલણ તદ્દન બદલાય ગયેલું હતું, તેણે કાચબાને કહ્યું કે મારી પીઠ પર બેસી જા એટલે તને નદી સુધી પહોચાડી દવ, એટલે કાચબો તો બેસી ગયો અને બંને નદી સુધી પહોચી ગયા, પછી કાચબો પાણીમાં ઉતારી ગયો એટલે આ વખતે કાચબાએ કહું કે મારી પીઠ પર બેસીજા એટલે તને પેલી પાર લઇ જાવ, આ વખતે સસલો કાચબાની પીઠ પર બેસી નદી પાર કરી લીધી ને બંને એકજ સાથે પહોચી ને સ્પર્ધા સમાંપ્ત કરી.

બોધપાઠ:
કાચબો અને સસલો બન્ને આપણે શિખવે છે કે જો એકબીજા નો સાથ આપીએ તો સમય બચે છે અને કાર્યશક્તિ વધે છે.

-ઉપરોક્ત વાર્તાઓ દુરદર્શન ના ડેપ્યુટી ડાઈરેક્ટર શ્રી. મુકેશ શર્માએ [Marketing Division Mumbai:
Head of Office - Dy.Director General (Prog) Shri Mukesh Sharma] રોબોકોન-2013 સ્પર્ધામાં  [ROBOCON-2013 Competition) કહેલી. જે માત્ર જાણવાજ નહિ પણ શિખવા જેવી વાત છે.

ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

"નાસા" માં ઈન્ટરવ્યું (INTERVIEW AT 'NASA')

INTERVIEWER (IN AMERICAN ENGLISH): Hello! What have you done?
INTERVIEWEE: Sir, I have done Master's in Aeronautical Engineering.

INTERVIEWER: Hmmm! Good, where are you from?
INTERVIEWEE: I am from India.

INTERVIEWER: अच्छा! कहाँ से?
INTERVIEWEE: में गुजरात से हूँ.

INTERVIEWER: અરે, કયું શહેર? 
INTERVIEWEE: સર, હું રાજકોટનો છું.

INTERVIEWER: હું વાત કરો છો બાપુ? રાજકોટમાં રસિકભાઈનો ચેવડો ખાધો કે નહિ?
INTERVIEWEE: અરે હા સર ખાધો જ હોય ને! રસિકભાઈ નો ચેવડો ને "ખેતલા આપાની ચા" એટલે જીવનમાં મોજ જ મોજ બાપુ! (સોરી સોરી સર બોલતો તો, ભૂલથી નીકળી ગયું!)

INTERVIEWER: અરે બાપુ મોજ કરો ને યાર! ભાયું ભાયું માં એવું કઈ થોડું હોય! તમારી નોકરીનું સેટિંગ થઇ જશે. મોજ માં રેજો ભાઈ!

જોયું ને આવા વિશાળ હોય છે સૌરાષ્ટ્રના સિંહોના દિલ!! સૌરાષ્ટ્ રોક્સ!!



ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

પૃથ્વી થી સૂર્ય ની દુરી અને હનુમાન ચાલીસા

"।।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।।।"
"।।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।।।"

12000 (જુગ) X 1000 (સહસ્ત્ર) X 8 (1 યોજન = 8 મીલ) = 9,60,00,000 મીલ.
9,60,00,000 મીલ X 1.6 (1 મીલ = 1.6 કિ.મી.) = 15,36,00,000 કિ.મી.
"લીલ્યો તાહી મધુર ફલ જાનૂ" = હનુમાનજી એ પંદર કરોડ છત્રીસ લાખ કિલોમીટર પૃથ્વી થી દુર સૂર્ય ને લિલ્હિયો (ગળે ઉતારી લીધો) મધુર (મીઠું) ફળ જાણી. 

યુગ (જુગ) શબ્દ ચાર પ્રકારના હોય છે.
સતયુગ દિવ્ય વર્ષોમાં 4,800 વર્ષ અને સૌર વર્ષોમાં 17,28,000 વર્ષ 
ત્રેતાયુગ દિવ્ય વર્ષોમાં 3,600 વર્ષ અને સૌર વર્ષોમાં 12,96,000 વર્ષ 
દ્વાપરયુગ દિવ્ય વર્ષોમાં 2,400 વર્ષ અને સૌર વર્ષોમાં 8,64,000 વર્ષ 
કળયુગ દિવ્ય વર્ષોમાં 1,200 વર્ષ અને સૌર વર્ષોમાં 4,32,000 વર્ષ 
ચતુર્યુગ નું માન સૌર વર્ષોમાં ઘણા લોકો જાણે છે.
પણ ચતુર્યુગ નું માન દિવ્ય વર્ષોમાં 12,000 છે.   એક યુગ (જુગ) = 12,000 વર્ષ 
આપણે જાણીએ છીએ  કે સુર્ય પૃથ્વીથી લગભગ 15,00,00,000 (પંદર કરોડ) કિલોમીટર છે.

કવિ તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ દુરી નું વર્ણન કર્યું હતું.
પણ આજકાલ લોકો સેક્યુલર અને કોન્વેન્ટ ભણવાવાળા એટલે એજ માનશે જે ન્યુટન આપણા ગ્રંથો માંથી ચોરીને દુનીયાને બતાવશે.

-
ઉપર નું લખાણ અમારા એક મિત્ર માનીશ સોની ના ફેસબુક પોસ્ટ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - MANISH SONI

મૃત્યુ પછી સ્વર્ગ કે નરક??

મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ?

સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે.

મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ?

ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.

ગીતા-સાર 

ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

"પાણી વાળા કાકાની નિઃસ્વાર્થ સેવા"

આજે મેં એક 70 વર્ષના ઘરડા માણસને મસ્જીદ સ્ટેશને બધાને મફત ઠંડુ પાણી વહેચતા જોયા, હું પણ તરસ્યો હતો એટલે મેં પણ થોડું પાણી પીધું પણ પછી મને વિચાર આવ્યો કે કેમ આ ઘરડો માણસ આ ઉમરમાં આવું કામ કરે છે? અને એની પાસે એક નીલા થેલામાં પાંચ થી છ, બે લીટર વળી ઠંડુ પાણી ભરેલી મોટી બાટલી હતી. 

હું લોકલ ટ્રેન માટે રાહ જોઈ રહ્યો હતો, મારે દાદર તરફ જવું હતું પણ મારી જીજ્ઞાસા ને લીધે મેં એ પાણી વાળા કાકાની પાછળ સી.એસ.ટી. તરફ જતી ટ્રેન પકડી. ટ્રેન માં પણ એ કાકા બધાને ઠંડુ પાણી વહેચતા હતા, એમણે મને પણ ફરી પાણી માટે પૂછ્યું કારણકે હું પરસેવેથી રેબઝેબ થઇ ગયો હતો.

વાતચીત કંઇક આ પ્રકારે થઈ.
પાણી વાળા કાકા: "શર્ટ ઈતના ગીલા ક્યોં હો ગયા?"
હું: "પસીને સે."
પાણી વાળા કાકા: "આરામ સે પાની પીઓ, પેટ ભરકે પાની પીઓ."
મેં થોડું પાણી પીધું ને પૂછ્યું: "આપ રોજ ઐસે સબકો પાની પિલાતે હો?"
પાણી વાળા કાકા: "હાં, રોજ પિલાતા હું."
હું: "કબસે ઐસે રોજ પાની પીલા રહે હો?"
પાણી વાળા કાકા: "બુઢા હો ગયા યે કરતે કરતે."
મેં ફરી એક વાર પૂછ્યું: "હાં મતલબ કબસે પીલા રહે હો?" મારે જાણવાની આતુરતા હતી.
પાણી વાળા કાકા: "યે કોઈ બતાને વાલી બાત થોડી હૈ, મૈને કહાના બુઢા હો ગયા યે કરતે કરતે, 70 સાલકા હું મૈ."
હું: "કહાં રહતે હો?"
પાણી વાળા કાકા: "ઠાકુર્લી."
હું: "મૈ આપકા એક ફોટો લેના ચાહતા હું."
પાણી વાળા કાકા: "નહિ નહિ યે સબ મૈ થોડી કર રહા હું, યે સબ તો ઉપરવાલે કી દુવાસે હો રહા હૈ."
પછી એ અંગ્રેજીમાં બોલ્યા: "આઈ ડીડ નોટ ડુ એની થિંગ, ઇટ્સ બીકોસ ઓફ યુ ધીસ ઇસ હેપનીંગ."
એમણે મને ફોટો પાડવાપણ ન દીધો ને ફરીથી પાણી વહેચવા ના કામ માં લાગીગયા.
"પાનીવાલા !! મોફત કા પાની, ઠંડા પાની લેલો."

હું એટલો આશ્ચર્યમાં હતો કે એમનું નામ પણ પૂછવાનું ભૂલી ગયો. એમનાં ના પાડવા છતાં મેં એમના અમુક ફોટો પાડી લીધા જે આ લેખ માં રજુ કરું છું।

ટ્રેન સી.એસ.ટી. પહોચી એટલે મારી પાછળ ઉભેલા એક પ્રવાસીએ કહ્યું હવે એ કાકા સી.એસ.ટી. થી 9.56 ની ટ્રેનમાં જશે. મેં સી.એસ.ટી. ઉતરી દાદર તરફ જઈ રહેલી બીજી ટ્રેન પકડી.

હું શત શત વંદન કરું છું એ પાણી વાળા કાકાને અને જો તમે પણ આ તરફ આવો અને મુંબઈ લોકલ ટ્રેનમાં મફત ઠંડુ પાણી વહેચતા એ પાણી વાળા કાકાની મુલાકાત થાય તો થોડું પાણી અવશ્ય પીજો જેથી એ કાકા ને ખુશી થશે અને તમને પણ અમૃત પીધાનો અહેસાસ થશે.

ભગવાન ની કૃપા દ્રિષ્ટિ એમના પર વરસે અને દુનિયાની તમામ ખુશી એમને મળે હમણાં નહીતો એમના આવતા જન્મમાં અને એમની બધી મુશ્કેલીનું અંત આવે.



જનસેવા કરવી એ ઈશ્વરનું નામસ્મરણ કરવા બરાબર છે.
સ્વામી શિવાનંદજીએ કહ્યું છે: "નિઃસ્વાર્થ સેવાભાવથી સાચું મનુષ્યત્વ અને હૃદયની વિશાળતા ઓળખાય છે. સતત નિઃસ્વાર્થ સેવા કરો. નિષ્કામ સેવા એ કર્મયોગની ચાવી છે. સેવાથી જ હૃદયની શુદ્ધિ થશે!"

-

ઉપર નો લેખ અમારા એક મિત્ર Kewal Haria એ એમના ફેસબુક માં શેર કરેલું છે.
આ લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.

...પુરુષ પગારમાં ... સ્ત્રી વઘારમાં...


પુરુષપ્રધાન સમાજમાં વહુનો દાડમ જેવો નાનો દોષ પણ સાસરીયાને તરબુચ જેટલો મોટો દેખાતો હોય છે. આપણા સમાજમાં સાઇકલ ચલાવતાં ન આવડતી હોય એવા મુરતીયા કરતાં રોટલી વણતાં ન આવડતી હોય એવી દીકરીઓ જ વધુ વગોવાય છે. દીકરી કૉલેજમાં પ્રતીવર્ષ શ્રેષ્ઠ નાટ્યદીગ્દર્શનનો એવોર્ડ જીતી લાવતી હશે; પણ તેને દાળ વઘારતાં નહીં આવડતું હોય. તો સાસરાના સ્ટેજ પર કરુણ રસનો નાટક ભજવાયો જ સમજો!

એટલે ઉત્તમ તો એ જ છે કે બે બદામની દાળને ખાતર દીગ્દર્શન-કલાએ વગોવાવું નહીં પડે તે માટે છોકરીઓએ રોજબરોજના ઘરકામો શીખી લેવાં જોઈએ. વિશેષતઃ રસોઈકામ તો ખાસ! કોઈ બેંક-કેશીયરને એકથી સો સુધીની પાકી ગણતરી આવડવી જેટલી જરુરી હોય છે તેટલું જ એક સ્ત્રી માટે રસોઈકામ જરુરી બની રહે છે. યાદ રહે, મુરતીયો સલમાન ખાન જેટલો રૂપાળો દેખાતો હશે પણ ભણ્યો નહીં હોય. નોકરી ના કરતો હોય તો કોઈ યુવતી તેને પરણવા તૈયાર થશે ખરી? સામાજીક અપેક્ષાનુસર પુરુષ પગારમાં અને સ્ત્રી વઘાર (પાકકલા) માં શ્રેષ્ઠ હોવી જોઈએ!
-અજ્ઞાત

-ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર (SHARE) કરજો.

મીઠા ટહુકા વાંચો